Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ચાની ચુસ્કી પણ થઇ મોંઘી

પેટ્રોલ-ડીઝલના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. સામાન્ય નાગરિકના ખિસ્સા હવે ખાલી થવા લાગ્યા છે. એવું નથી કે માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ વધારો થયો છે, CNG, રાંધણ ગેસ, શાકભાજી તમામના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે ચાના રસિકોને પણ મોટો ઝાંટકો લાગ્યો છે. જીહા, હવે ચી ચૂસ્કી પણ મોંઘી થઇ ગઇ છે. ગુજરાતીઓની સવાર હંમેશા ચા સાથે જ થતી હોય છે. જીહા, સામાન્ય રીતે તમને વહેલી સવારે ચાની લારી આગળ ચા
06:50 AM Apr 22, 2022 IST | Vipul Pandya
પેટ્રોલ-ડીઝલના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. સામાન્ય નાગરિકના ખિસ્સા હવે ખાલી થવા લાગ્યા છે. એવું નથી કે માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ વધારો થયો છે, CNG, રાંધણ ગેસ, શાકભાજી તમામના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે ચાના રસિકોને પણ મોટો ઝાંટકો લાગ્યો છે. જીહા, હવે ચી ચૂસ્કી પણ મોંઘી થઇ ગઇ છે. 
ગુજરાતીઓની સવાર હંમેશા ચા સાથે જ થતી હોય છે. જીહા, સામાન્ય રીતે તમને વહેલી સવારે ચાની લારી આગળ ચા પીતા લોકોની ભીડ જોવા મળી જશે. આ વચ્ચે હવે ચાના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ચાની ચૂસ્કી હવે મોંઘી બની છે. જે કટિંગ ચા તમે તેનો સ્વાદ માણી-માણીને પીતા હતા તે જ કટિંગ ચાનો સ્વાદ હવે તમને તૂરો લાગી શકે છે. ચાના સ્ટોલ પર અડલી ચાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 10 રૂપિયાની ચાનો ભાવ વધીને હવે 15 રૂપિયા થઇ ગયો છે. આ ભાવ વધારા બાદ આ જ મીઠી ચા તમને અપાવશે માઠી અસર. દૂધ અને ગેસના વધતા ભાવને લઇને લાગી-ગલ્લા એસોસિએશન દ્વારા આ નિર્ણય લેેવામાં આવ્યો છે. એટલે કે હવે જે લોકો કટિંગ ચા પીને ખુશી માનતા હતા તે લોકો હવે 10 રૂપિયાની કટિંગ ચા માટે 15 રૂપિયા ચુકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત મોંઘવારીએ માઝા મુકી છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું, તો બીજી તરફ કોરોનાએ પહેલા જ સામાન્ય નાગરિકોના જીવનને ખરાબ રીતે પ્રભાવિક કર્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે 100 પાર પહોંચી ગયા છે. ત્યારે CNG, રાંધણ ગેસ, શાકભાજી વગેરેમાં ભાવ વધારાએ હવે લોકોની કમર તોડી નાખી છે. તાજેતરમાં લીંબુના પણ ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં તો લીંબુ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે. જોવાનું રહેશે આ ભાવ વધારો ક્યારે કંટ્રોલમાં આવે છે અને લોકોને ક્યારે રાહત મળે છે. 
Tags :
dieselGujaratGujaratFirstpetrolpricehiketeaTeaPrice
Next Article