પંત બાદ હવે રવિન્દ્ર જાડેજાએ ફટકારી સદી, ઈંગ્લેન્ડની વધી ચિંતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે Edgbastonમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ (ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ 2022)નો શનિવારે બીજો દિવસ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી 7 વિકેટ ગુમાવી 238 રન બનાવ્યા હતા. શનિવારે મેચનો બીજો દિવસ છે. આ દિવસની શરૂઆત ખૂબ જ સારી રહી છે. પંત બાદ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની સદી ફટકારી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેà
Advertisement
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે Edgbastonમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ (ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ 2022)નો શનિવારે બીજો દિવસ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી 7 વિકેટ ગુમાવી 238 રન બનાવ્યા હતા. શનિવારે મેચનો બીજો દિવસ છે. આ દિવસની શરૂઆત ખૂબ જ સારી રહી છે. પંત બાદ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની સદી ફટકારી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ હાલમાં રમાઇ રહી છે, જેઓ આજે બીજા દિવસ છે. પ્રથમ દિવસે પંતની સદી બાદ આજે રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી છે. મહત્વનું છે કે, પ્રથમ દિવસની રમતનું આકર્ષણનું કેન્દ્ર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત રહ્યો હતો. T20 શૈલીમાં બેટિંગ કરતા પંતે માત્ર 111 બોલમાં 146 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 20 ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પંતનો ખૂબ જ સારી રીતે સાથ આપ્યો હતો.
આ બંનેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી નોંધાવીને ઈંગ્લેન્ડને ચિંતામાં મુકી દીધું હતું. જોકે, પંતના આઉટ થયા બાદ પણ જાડેજાએ જવાબદારીથી બેટિંગ કરતા આજે મેચના બીજા દિવસે સદી ફટકારી ટીમને એક સારા સ્કોર સુધી પહોંચાડ્યું છે. મહત્વનું છે કે, રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી હતી, વિદેશી ધરતી પર તેણે ફટકારેલી આ પ્રથમ સદી છે. રવિન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટમાં 194 બોલમાં 104 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોક્કા સામેલ છે. રવિન્દ્ર જાડેજાએ રિષભ પંત સાથે મુશ્કેલ સમયમાં મોટી ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે.
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા તે સમયે બેટિંગ કરવા ઉતર્યો હતો જ્યારે ભારતની અડધી ટીમ માત્ર 98 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. જો કે આ પછી જાડેજાએ રિષભ પંત સાથે મળીને ટીમને ન માત્ર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી પરંતુ મેચમાં વાપસી પણ કરી છે. પ્રથમ દિવસે માત્ર 111 બોલમાં 146 રનની શાનદાર ઇનિંગ રમનાર પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે રેકોર્ડ 222 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજાએ પણ શમી સાથે આઠમી વિકેટ માટે 70 બોલમાં 48 રન જોડ્યા હતા.
સર જાડેજાએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી રાજકોટ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. તે સમયે તેણે 132 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેની બીજી સદી આ વર્ષે શ્રીલંકા સામે જોવા મળી હતી. જાડેજાએ મોહાલીના મેદાન પર માત્ર 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, કોવિડ-19ને કારણે ગયા વર્ષે મુલતવી રાખવામાં આવ્યા બાદ, ટીમ ઈન્ડિયા આ વર્ષે ફરીથી નિર્ધારિત આ નિર્ણાયક ટેસ્ટ મેચમાં જીતે છે, તો શ્રેણી તેના નામે થઈ જશે કારણ કે ભારત 2-1થી આગળ છે. મેચના પ્રથમ દિવસે ટોસ હાર્યા બાદ ભારત બેટિંગ કરવા ઉતર્યું હતું અને દિવસની રમતના અંતે 7 વિકેટે 338 રન બનાવી લીધા હતા.
Advertisement