Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉતરાયણ બાદ અમદાવાદમાં ઠેર ઠેર લટકતી દોરી પતંગ નિકાલના કામનું બીડું યુવાનો અને જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યું

ઉતરાયણના બે દિવસો દરમિયાન અનેક પંખીઓ ઘવાયા અને મૃત્યુને ભેટયા હોવાની ઘટનાઓ બની છે. જો કે ત્યારબાદ પણ અમદાવાદમાં ઠેર ઠેર ધાબા પર, ઝાડ પર વિવિધ જગ્યા ઉપર લટકતી દોરી હજુ પણ તેમના જીવ લઈ રહી છે. એટલે જીવદયા પ્રેમીઓએ લોકોને પોતાના ધાબા અને ઝાડ પર લટકતી દોરીઓ દૂર કરવા અપીલ કરી છે. તો તેઓ પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી અને લટકતી દોરીઓ દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું છે.એક
12:12 PM Jan 17, 2023 IST | Vipul Pandya
ઉતરાયણના બે દિવસો દરમિયાન અનેક પંખીઓ ઘવાયા અને મૃત્યુને ભેટયા હોવાની ઘટનાઓ બની છે. જો કે ત્યારબાદ પણ અમદાવાદમાં ઠેર ઠેર ધાબા પર, ઝાડ પર વિવિધ જગ્યા ઉપર લટકતી દોરી હજુ પણ તેમના જીવ લઈ રહી છે. એટલે જીવદયા પ્રેમીઓએ લોકોને પોતાના ધાબા અને ઝાડ પર લટકતી દોરીઓ દૂર કરવા અપીલ કરી છે. તો તેઓ પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી અને લટકતી દોરીઓ દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

એક કિલો દોરીના ગુચ્છા જમા કરાવો અને 100 રૂપિયા સુધીનું વળતર મેળવો જીવદયા પ્રેમીઓએ કરી જાહેરાત
અમદાવાદના જુદા જુદા 12 જેટલા વિસ્તારોમાં જીવદયા પ્રેમીઓ દ્વારા દોરી ભેગી કરી અને તેનો નિકાલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જીવદયા ની સંસ્થા ચલાવતા સામાજિક કાર્યકર સંજય શાહ નું કહેવું છે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓ ઉતરાયણ બાદ વિવિધ જગ્યાએ લટકતી દોરીઓ અને પતંગો ઉતારી લઈ તેમાં નિકાલ કરવાનું મોટેપાયે અભિયાન શરૂ કર્યું છે. સાથે સાથે જે તે સોસાયટી ફ્લેટના ચેરમેન ને સાથે રાખી અને સેવાભાવી મિત્રો સાથે મળીને વિવિધ ધાબા ઉપરથી આજુબાજુના ઝાડ પરથી તમામ દોરી ઉતારી અને અમે તે દોરી નો નિકાલ કરી રહ્યા છે. સાથે જ તેમણે જાહેરાત કરી છે કે જે તે વ્યક્તિ આવી દોરી ભેગી કરીને અમને સોંપશે તો તેમને એક કિલોના સો રૂપિયા લેખે તેઓ વળતર પણ ચૂકવશે. મહત્વનું છે કે નિર્દોષ મૂંગા પક્ષીઓ આ લટકતી દોરીઓ ના ભોગ બની રહ્યા છે અને પરિણામે જ અમે મિત્રોએ આ અભિયાન શરૂ કર્યું છે. અને જે પણ દોરી હાથમાં આવે તેને સળગાવી અને દોરીનો નિકાલ પણ અમે કરી રહ્યા છીએ. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સંજયભાઈ અને તેમની ટીમ હતી ત્યારે એક ઝાડ પર લટકતી  દોરી માંથી કબૂતરનો કપાયેલો પગ પણ મળી આવ્યો હતો. તેને લઈને આ જીવ દયા પ્રેમીઓએ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જીવદયા પ્રેમીઓનું કહેવું છે કે જીવો અને જીવવા દો જીવવાનો અમને પણ હક છે તેથી પક્ષીઓને ઘાતકી દોરીથી બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ખોખરા યુથ ફેડરેશન દ્વારા લટકતી દોરીઓની કરાઈ હોળી
અમદાવાદના ખોખરા મદ્રાસી મંદિર પાસે ખોખરા યુથ ફેડરેશન એ પતંગની દોરી ઉતરાયણ બાદ પક્ષીઓ માટે ઘાતક બંને તે પહેલા મણિનગર-અમરાઈવાડી વિસ્તારમા નાગરિકો પાસે વિપુલ માત્રામા એકત્રિત કરેલ પતંગ ના દોરાઓનું દહન કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.ખોખરા યુથ ફેડરેશન દ્વારા મણીનગર અને અમરાઈવાડી વિસ્તારમાં પતંગના ઘાતક દોરાને દહન કરતા પહેલા આવી જ રીતે એકત્રિત કરેલ દોરાઓને પક્ષીઓ તેમજ વાહનચાલકો ના હિતમા આગામી વરસથી દર વષેઁ દહન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ખોખરાના યુથ ફેડરેશનના આ કાર્ય ને બિરદાવવા મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને  અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ પણ  હાજર રહ્યા હતા અને આ કાર્યને શહેરના નાગરિકો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.
આગામી વરસથી દર વર્ષે આ રીતે દોરીઓનું નિકાલ કરાશે તેઓ સંકલ્પ પણ કર્યો છે
ખોખરા યુથ ફેડરેશન એ મણિનગર-અમરાઈવાડી વિધાનસભા મા એકત્રિત કરેલ પતંગ ની દોરીઓનું નિકાલ કરવાનું નક્કી કર્યું હતું અને હવે આગામી વરસથી દર વર્ષે આ રીતે દોરીઓનું નિકાલ કરાશે તેઓ સંકલ્પ પણ કર્યો છે. અગાઉ પક્ષીઓને ઈજા થી બચાવવા તમામ પ્રકારની સેંકડો કિલો ઘાતક દોરીઓ આકર્ષક ભેટ આપી નાગરિકો પાસે થી  એકત્રિત કરી હતી.17મી જાન્યુઆરીના મંગળ વારે ખોખરા નાથાલાલ ઝઘડા ઓવરબિજના ત્રિકોણ પાસે પક્ષીઓ માટે વધુ ઘાતક બંને તે પહેલા ધાબા પર ઝાડ પર અને અનેક જગ્યા એ લટકેલ પતંગ ના દોરા ઓને એકત્રિત કરી તેની હોળી કરવામાં આવી હતી. આ યુથ ફેડરેશન ના મોભી કમલેશ પટેલ તેમજ યુવા ઓની ટીમે આ કાર્ય કરવાનું બીડું ઉપાડ્યું હતું.. 

સાણંદશ્રી સદભાવના કેન્દ્ર ખાતે પણ દોરી સ્વીકાર કેન્દ્ર શરૂ કરાયું
અબોલ પશુ પક્ષીઓનું જીવન બચાવવા સાણંદ શ્રી સદભાવના કેન્દ્ર ટપાલ ચોક ખાતે દોરી સ્વીકાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે જીવ દયા પ્રેમીઓ આ પ્રકારની કાર્યવાહી માં લોકો વિશેષ રસ લે તેના માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકતા હોય છે. સદભાવના કેન્દ્ર તરફથી 15 થી 20 જાન્યુઆરી સુધી લટકતી દોરી લઈને આવનારને એક કિલો દોરીના 50 રૂપિયા સુધી વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ વિવિધ ઝાડવાઓ અને ધાબા ઉપર લટકતી દોરી પક્ષીઓ માટે જીવલેણ બનતી હોય છે ત્યારે સદભાવના કેન્દ્ર ખાતેથી પતંગની દોરીના ગુચ્છા લેવામાં આવશે અને તેનું વળતર પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને આગામી 20 તારીખના રોજ તે એકઠી થયેલ દોરી નો નિકાલ પણ કરવામાં આવશે તેવું સદભાવના કેન્દ્રના અગ્રણી કમલેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આપણ  વાંચો- રાજકોટમાં યોજાઇ અશ્વ મેરેથોન, 30 કિલોમીટરની રેસમાં 18 શ્રેષ્ઠ અશ્વોએ લીધો ભાગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AfterlandingAhmedabadAmraiwadianimalbirdlifeDisposingofcordedkitesGujaratFirstKhokhraYouthFederationloveroflifeManinagar
Next Article