ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટક અને આંધ્રમાં પણ હનુમાન જન્મજયંતિ પર ઘર્ષણ, શોભાયાત્રા પર પથ્થરમારો, 15 લોકો ઘાયલ

કર્ણાટકમાં શનિવારે રાત્રે પોલીસ સ્ટેશન પર અચાનક પથ્થરમારો થયા બાદ આંધ્રપ્રદેશમાં પણ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. કર્ણાટક પછી હવે આંધ્રપ્રદેશમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. અહીં કુર્નૂલ જિલ્લાના અલુર ગામમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં સ્થિતિ હિંસક બની હતી અને બંને જૂથ તરફથી à
07:18 AM Apr 17, 2022 IST | Vipul Pandya
કર્ણાટકમાં શનિવારે રાત્રે પોલીસ સ્ટેશન પર અચાનક પથ્થરમારો થયા બાદ આંધ્રપ્રદેશમાં પણ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. કર્ણાટક પછી હવે આંધ્રપ્રદેશમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. અહીં કુર્નૂલ જિલ્લાના અલુર ગામમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં સ્થિતિ હિંસક બની હતી અને બંને જૂથ તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં 15 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરાયું પછી સ્થિતિ કાબૂમાં આવી છે.
કુર્નૂલના એસપીએ જણાવ્યું કે હનુમાન જન્મોત્સવ પર શોભાયાત્રા નિકળી હતી. આ પછી બંને તરફથી પથ્થરમારો થયો હતો. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે 20 લોકોને અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કર્ણાટકમાં પણ બબાલ 
શનિવારે મોડી રાત્રે કર્ણાટકના હુબલીમાંથી પણ પથ્થરબાજીનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અહીંના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસ કમિશનર લાભુરામે જણાવ્યું હતું કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ સ્થળોએ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. માહિતી મુજબ શનિવારે રાત્રે અચાનક મોટી ભીડ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પથ્થરમારો શરૂ કરી દીધો. આ પછી પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, જે બાદ ભીડ હિંસક બની ગઈ. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને કાબૂમાં લીધી હતી.
કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે
એક ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આમાં ભીડ વાંધાજનક વોટ્સએપ સ્ટેટસ મુકનાર અને મોકલનાર વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી  છે. આ સિવાય હોસ્પિટલ અને હનુમાન મંદિર પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

40 લોકોની ધરપકડ
પોલીસ કમિશનર લાભુરામે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા ટોળાએ પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને ટોળાએ પોલીસ અધિકારીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ મામલામાં છ કેસ નોંધાયામાં આવ્યા છે. હિંસક પ્રવૃત્તિમાં સામેલ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો અપલોડ કરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
Tags :
AndhraPradeshGujaratFirstHanumanJanmotsavprocessionKarnatakapeopleinjuredpolicestation
Next Article