મહિલા પ્રીમિયર લીગનું ટાઈટલ સ્પોન્સર બન્યું TATA, જય શાહે ટ્વીટ કરી આપી જાણકારી
WPL 2023 : ઈન્ડિયર પ્રિમિયર લીગના રાઈટ્સ મેળવ્યા બાદ TATA ગૃપે મુંબઈમાં 4 માર્ચથી શરૂ થનારી મહિલા પ્રિમિયર લીગના ટાઈટલ રાઈટ્સ મેળવી લીધાં છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી. મળતી વિગતો અનુસાર પ્રથમ મહિલા પ્રિમિયર લીગના પાંચ વર્ષ માટેના ટાઈટ્સ ટાટા ગૃપે મેળવ્યા છે.ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, મને તે જાહેરાત કરતા ખુબ ખુશી થઈ રહી છે કે ટાટà
Advertisement

WPL 2023 : ઈન્ડિયર પ્રિમિયર લીગના રાઈટ્સ મેળવ્યા બાદ TATA ગૃપે મુંબઈમાં 4 માર્ચથી શરૂ થનારી મહિલા પ્રિમિયર લીગના ટાઈટલ રાઈટ્સ મેળવી લીધાં છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી. મળતી વિગતો અનુસાર પ્રથમ મહિલા પ્રિમિયર લીગના પાંચ વર્ષ માટેના ટાઈટ્સ ટાટા ગૃપે મેળવ્યા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, મને તે જાહેરાત કરતા ખુબ ખુશી થઈ રહી છે કે ટાટા સમુહે પહેલી મહિલા પ્રિમિયર લીગના ટાઈટલ સ્પોન્સર હશે તેમના સહયોગથી અમને પુરો વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને આગલા સ્તર સુધી લઈ જઈશું. જણાવી દઈએ કે મહિલા પ્રમિયર લીગની મેચો મુંબઈના બે સ્ટેડિયમ બ્રેબોર્ન અને ડી.વાઈ.પાટીલમાં રમાશે. જોકે ટાઈટલ સ્પોન્સર કોન્ટ્રેક્ટ કેટલામાં થયો તેનો હજું ખુલાસો થયો નથી.
પાંચ ટીમો વચ્ચે રમાશે WPL
ઉલ્લેખનીય છે કે, વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં મુંબઈ, અમદાવાદ, લખનૌ, દિલ્હી અને બેંગલુરુની ટીમો સામેલ છે. હરાજીમાં 449 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં 200થી વધુ ખેલાડીઓ ભારતીય છે. જ્યારે બહારની ટીમોમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
દેશ-દુનિયાના ખેલાડી સહભાગી થશે
WPL 2023ની હરાજી માટે દેશ અને દુનિયાના લગભગ 1525 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ 409 ખેલાડીઓમાંથી 246 ભારતીય અને 163 વિદેશી ખેલાડીઓ છે. 163 વિદેશી ખેલાડીઓમાંથી 8 ખેલાડીઓ સહયોગી દેશોના પણ છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
યાસ્તિકા ભાટીયા
ભારતીય ટીમની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટીયા પર મહિલા પ્રીમિયર લીગ ઓક્શનમાં ધનવર્ષા થઈ છે. વડોદરાની ક્રિકેટર યાસ્તિકાએ 40 લાખ રુપિયા બેઝ પ્રાઈસ સાથે મહિલા પ્રીમિયર લીગના ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જોકે તેના માટે ગુજરાત જાન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઓક્શનમાં સ્પર્ધા જામી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement