Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત બાદ હવે ચીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદુ, સાઉદી અરેબિયાને પાછળ છોડ્યુ

ભારત રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે તેલ ખરીદી રહ્યું છે એટલું જ નહીં ચીન પણ આ મામલે પાછળ નથી. ચીન અને રશિયા વચ્ચે તેલનો વેપાર વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રશિયા ચીનનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની ગયું છે. ચીનને તેલની નિકાસના મામલે રશિયાએ સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધું છે. તેલ પર પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયા ચીનને રાહત દરે ક્રૂડ
ભારત બાદ હવે ચીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદુ  સાઉદી અરેબિયાને પાછળ છોડ્યુ
ભારત રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે તેલ ખરીદી રહ્યું છે એટલું જ નહીં ચીન પણ આ મામલે પાછળ નથી. ચીન અને રશિયા વચ્ચે તેલનો વેપાર વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રશિયા ચીનનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની ગયું છે. ચીનને તેલની નિકાસના મામલે રશિયાએ સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધું છે. તેલ પર પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયા ચીનને રાહત દરે ક્રૂડ ઓઈલ વેચી રહ્યું છે, જેના કારણે બંને દેશોના ઓઈલ વેપારમાં પ્રગતિ થઈ છે.મીડિયાના અહેવાલ પ્રમાણે મે મહિનામાં રશિયન તેલની આયાત એક વર્ષ અગાઉની સરખામણીમાં 55 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી છે. પહેલા ચીન મોટાભાગનું તેલ સાઉદી અરેબિયા પાસેથી ખરીદતું હતું, પરંતુ હવે રશિયાએ આ સ્થાન લઈ લીધું છે. કોવિડ પ્રતિબંધો અને ધીમી અર્થવ્યવસ્થાની માંગ છતાં ચીને રશિયા પાસેથી તેલની ખરીદીમાં તેજી બતાવી છે.
ચીનની રિફાઇનિંગ કંપની સિનોપેક અને સરકારી માલિકીની ઝેનહુઆ ઓઇલ સહિતની કેટલીક ચીની કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં રશિયન ક્રૂડની તેમની ખરીદીમાં વધારો કર્યો છે. યુરોપિયન દેશો અને અમેરિકાએ યુક્રેન પર આક્રમણ માટે રશિયન તેલ પર પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે રશિયા ચીન, ભારત વગેરે દેશોને ક્રૂડ ઓઈલમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે.ચીનના કસ્ટમ્સ વિભાગના ડેટા અનુસાર, ચીને ગયા મહિને લગભગ 8.42 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. આ આયાત પૂર્વ સાઇબિરીયા પેસિફિક મહાસાગર પાઇપલાઇન અને સમુદ્ર દ્વારા કરવામાં આવી છે. ગયા મહિને ચીને સાઉદી અરેબિયા પાસેથી માત્ર 7.82 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું.
પેટ્રોલિયમ નિકાસ એ રશિયા માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પ્રતિબંધોથી રશિયા પ્રભાવિત થઈ રહ્યું છે, સાથે જ પશ્ચિમી દેશોને પણ તેના કારણે નુકસાન થયું છે. જોકે, મે મહિનામાં નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં, રશિયાએ યુક્રેન પરના તેના આક્રમણના પ્રથમ 100 દિવસમાં અશ્મિભૂત ઇંધણની નિકાસમાંથી લગભગ $100 બિલિયનની આવક ઊભી કરી હતી. રશિયાની આ સમગ્ર નિકાસમાંથી 61 ટકા આયાત યુરોપિયન યુનિયનના દેશો દ્વારા કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ $59 બિલિયન હતી. ઘણા પ્રતિબંધો વચ્ચે રશિયન તેલના ખરીદદારો મર્યાદિત બની ગયા છે. આ જ કારણ છે કે ભારત જેવા કેટલાક દેશોમાં ભારે ડિસ્કાઉન્ટ પર તેલ મળી રહ્યું છે. ભારતીય ઓઇલ રિફાઇનરીઓએ મે મહિનામાં રશિયા પાસેથી લગભગ 25 મિલિયન બેરલ તેલ ખરીદ્યું હતું. આ ભારતની કુલ તેલ આયાતના 16 ટકાથી વધુ છે.
અહેવાલો અનુસાર ભારતમાં દરિયાઈ માર્ગે રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત પણ વધી છે. એપ્રિલમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ભારતમાં રશિયાના તેલનો હિસ્સો પાંચ ટકા હતો. મે મહિનામાં ઇરાકથી ભારતમાં મોટા ભાગના તેલની નિકાસ કરવામાં આવી હતી. રશિયાના બીજા સ્થાને આવીને સાઉદી અરેબિયા હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
Advertisement
Tags :
Advertisement

.