Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેલ્વેની જાહેરાત સાંભળીને રતલામ સ્ટેશન પર પેસેન્જરોએ પ્લેટફોર્મ પર કર્યા ગરબા

બુધવારે રાત્રે, બ્રાંડા-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન, જે રતલામ સ્ટેશને 10:35 પર પહોંચવાની હતી, જે 10:15 પર પહોંચી ગઇ હતી. રેલ્વેની જાહેરાત સાંભળીને રતલામ સ્ટેશન પર પેસેન્જરોએ પ્લેટફોર્મ પર ગરબા કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રતલામ સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ 10 મિનિટનો ન રહેતાં ટ્રેન અડધો કલાક રોકાવવાથી મુસાફરોને પણ અડધો કલાકનો ફાજલ સમય મળ્યો હતો.ત્યાં હાજર પેસેન્જરો સમયનો સદ્ઉપયà«
રેલ્વેની જાહેરાત સાંભળીને રતલામ સ્ટેશન પર પેસેન્જરોએ પ્લેટફોર્મ પર કર્યા ગરબા
બુધવારે રાત્રે, બ્રાંડા-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન, જે રતલામ સ્ટેશને 10:35 પર પહોંચવાની હતી, જે 10:15 પર પહોંચી ગઇ હતી. રેલ્વેની જાહેરાત સાંભળીને રતલામ સ્ટેશન પર પેસેન્જરોએ પ્લેટફોર્મ પર ગરબા કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 
રતલામ સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ 10 મિનિટનો ન રહેતાં ટ્રેન અડધો કલાક રોકાવવાથી મુસાફરોને પણ અડધો કલાકનો ફાજલ સમય મળ્યો હતો.ત્યાં હાજર પેસેન્જરો સમયનો સદ્ઉપયોગ કરતાં પ્લેટફોર્મ પર જ ગરબા કરવાં લાગ્યાં હતાં. 
ભારતીય રેલ્વે તેની સમયપત્રક માટે અવારનવાર સમાચારોમાં રહે છે. લાંબા અંતરની ટ્રેનો સમયસર હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે, રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકો માની લે છે કે ટ્રેન બે-ત્રણ કલાક મોડી પડશે. પરંતુ બુધવારે રેલવેએ ચમત્કાર કર્યો અને ટ્રેન અડધો કલાક વહેલા સ્ટેશને પહોંચી ગઈ. 
આ જોઈને લોકોની ખુશીનો પાર ન રહ્યો અને લોકો સ્ટેશન પર જ નાચવા લાગ્યા. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ સ્ટેશનની છે જ્યાં લોકો ટ્રેન વહેલા આવવાની ખુશીમાં ગરબા ગાવાં લાગ્યા. અચાનક રાત્રે રતલામ સ્ટેશન પર નવરાત્રિ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. બીજા કેટલાક લોકો પણ ગુજરાતી ગ્રુપમાં જોડાયા અને પછી બધાએ સાથે મળીને ગરબા કરવા માંડ્યા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વીડિયોને શેર કર્યો છે.
Advertisement

Tags :
Advertisement

.