હાર્દિકના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરા બોલ્યા- દીકરા તારો આ નિર્ણય ખોટા રસ્તે જઇ રહ્યો છે
ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હાર્દિક પટેલે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને તેમના નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે તેમને ખાતરી છે કે તેમના આ પગલાને પાર્ટીના નેતાઓ આવકારશે. તેમણે લખ્યું, 'આજે હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપું છું... મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે.' હવે તેમના રાજીનામા બાàª
ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હાર્દિક પટેલે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને તેમના નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે તેમને ખાતરી છે કે તેમના આ પગલાને પાર્ટીના નેતાઓ આવકારશે. તેમણે લખ્યું, 'આજે હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપું છું... મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે.' હવે તેમના રાજીનામા બાદ અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ હાર્દિક પટેલના રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "હાર્દિક પટેલે ભાજપમાં જવાનું મન બનાવી લીધું છે. આ જ કારણ છે કે, છેલ્લા ઘણા દિવસોથી આ નારાજગીની વાતો ચાલતી હતી. આજે મારા દીકરા વિશાલની પુણ્યતિથી છે અને હાલમાં હું એક ગામમાં કારણોસર આવ્યો છું, પરંતુ હું અહીં એ કહેવા માગું છું કે, હાર્દિક પટેલે તું જે કઇ પણ પગલું લઇ રહ્યો છે, તને ખૂબ જ નાની વયમાં કોંગ્રેસ પાર્ટીમાં આટલું મોટું પદ મળેલું છે. અમે 25-25 વર્ષથી પાર્ટીમાં છીએ હજી અમે પ્રદેશના એકપણ હોદ્દા સુધી પહોંચ્યા નથી. ત્યારે તમને પ્રદેશના કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. તેમ છતાય આપને જે કોઇ પણ અસંતોષ હોય ત્યારે પાર્ટી તમને મનાવવાના પૂરા પ્રયત્નો કરેલા પરંતુ તમે જે મન બનાવીને ભાજપ સાથે જવાની જે વાત કરી રહ્યા છો ત્યારે મને લાગે છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. આપનું રાજકીય નિર્ણય જે કઇંપણ હોય પરંતુ હું તમને મારો એક દીકરો માનું છું ત્યારે એટલું જ કહીશ કે તમારો આ નિર્ણય ખોટા રસ્તે જઇ રહ્યો છે."
Advertisement