Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક, અલ્પેશ બાદ હવે જીગ્નેશની જીત, વિધાનસભામાં જોવા મળશે આમને-સામને

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections)પરિણામની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે તમામ ચર્ચાઓનો અંત આવતા ભાજપનું કમળ એકવાર ફરી ગુજરાતમાં ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસના પંજાને મોટો ફટકો પડ્યો છે. હાલમાં મતોની ગણતરી ચાલું છે જેમા કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસે તેવું દેખાઇ રહ્યું નથી. 2017મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ત્રણ ચહેરાઓ (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી) સà
હાર્દિક  અલ્પેશ બાદ હવે જીગ્નેશની જીત  વિધાનસભામાં જોવા મળશે આમને સામને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections)પરિણામની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે તમામ ચર્ચાઓનો અંત આવતા ભાજપનું કમળ એકવાર ફરી ગુજરાતમાં ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસના પંજાને મોટો ફટકો પડ્યો છે. હાલમાં મતોની ગણતરી ચાલું છે જેમા કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસે તેવું દેખાઇ રહ્યું નથી. 2017મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ત્રણ ચહેરાઓ (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી) સૌથી વધુ પ્રકાશમાં આવ્યા હતા. આ ત્રણેય યુવાઓ ભાજપનો વિરોધ કરતા રાજનીતિમાં આવ્યા હતા, જેમાંથી હવે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ભાજપ સાથે જોડાયેલા છે તો બીજી તરફ જીગ્નેશ મેવાણી આજે કોંગ્રેસ પક્ષ તરફ સાથે હાથ મિલાવ્યો છે. 
કોણ જીતે છે અને કોને મળે છે હાર?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની રાહ જોઇ રહેલા લોકો અને ખાસ કરીને નેતાઓને જનતાનો કેટલો પ્રેમ મળી રહ્યો છે તે હવે સમજાઇ ગયું જ હશે. મોટા ભાગની બેઠકો હવે સ્પષ્ટ થઇ ગઇ છે. અને હાર-જીતના આંકડાઓ પણ હવે સામે આવી ગયા છે. 2017ની સરખામણીએ આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે એક ખરાબ સપના જેવી બની છે. 2017મા ત્રણ યુવા ચહેરાઓ કે જેમના કારણે કોંગ્રેસ 77 બેઠકો જીતવામાં સફળ થઇ હતી, તેમાથી હાલમાં બે યુવાઓ (હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર) ભાજપ સાથે જોડાયેલા છે તો અન્ય એક (જીગ્નેશ મેવાણી) એ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ ત્રણેય નેતાઓને તેમના પક્ષ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જેમા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક, હાર્દિક પટેલને વિરમગામ તો જીગ્નેશ મેવાણીને વડગામથી લડવાની તક મળી હતી. આજે પરિણામ જાહેર થઇ રહ્યા છે તેમા આ ત્રણેય યુવા નેતાઓએ જીત મેળવી લીધી છે. જોકે, આજે આ ત્રણેયના પક્ષ અને વિચારધારા અલગ-અલગ છે. 
2022માં આ યુવા ચહેરાએ સૌ કોઇનું ખેચ્યું છે ધ્યાન
ઉલ્લેખનીય છે કે, 2017 બાદ 2022ની આ વિધાનસભાની ચૂંટણીમાં એક નવો યુવા ચહેરો કે જેણે સૌ કોઇને પોતાની તરફ ખેંચ્યા હતા. જેનું નામ ચૈતર વસાવા છે. મહત્વનું છે કે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ છે. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા છે. આપને જણાવી દઇએ કે, ચૈતર વસાવા બીટીપીના દિગ્ગજ નેતા અને વર્ષોથી આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા છોટું વસાવાના ખૂબ નીકટના સાથીદાર હતા. સુત્રો જણાવી રહ્યા છે કે, ચૈતર વસાવાએ આ વખતે ટિકીટ માંગી હતી પરંતુ તેમને ટિકીટ ન મળતા તેમણે છોટું વસાવાનો હાથ છોડી દીધો હતો. અને આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો. આમ આદમી પાર્ટીએ તેમને ડેડિયાપાડા પરથી ટિકીટ આપી હતી. સામાન્ય પરિવારમાંથી આવતા ચૈતર વસાવા નવયુવાન છે. અને ડેડિયાપાડા વિસ્તારમાં રાજકીય આગેવાન તરીકે તેમણે લોકોના અનેક કામો કર્યા હતા. અને તેનો સીધો ફાયદો મળ્યો છે અને તેઓ 39 હજારની સરસાઈથી જીતી ગયા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.