તાલીમ પૂર્ણ કર્યા બાદ અગ્નિવીરોને CAPF-આસામ રાઈફલ્સમાં મળશે 10 ટકા અનામત
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં સતત વિરોધ થઈ રહ્યો છે. દેશમાં અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધને શાંત કરવા સરકાર પ્રયાસો કરી રહી છે. ચાલી રહેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે CAPF અને આસામ રાઈફલ્સમાં થનારી ભરતીમાં 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીરોને કેટલા ટકા અનામત આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામ
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં સતત વિરોધ થઈ રહ્યો છે. દેશમાં અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધને શાંત કરવા સરકાર પ્રયાસો કરી રહી છે. ચાલી રહેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે CAPF અને આસામ રાઈફલ્સમાં થનારી ભરતીમાં 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીરોને કેટલા ટકા અનામત આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
ઉંમરમાં પણ મળશે છૂટછાટ
દેશના ઘણા ભાગોમાં અગ્નિપથ યોજના પર સતત વિરોધ વચ્ચે, ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને 10 ટકા અનામત રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટ 5 વર્ષની રહેશે.
અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા ચાર દિવસથી દેશના અલગ-અલગ રાજ્યોમાં વિરોધ ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ પ્રદર્શનના નામે આગચંપી અને તોડફોડ કરવામાં આવી રહી છે. દેશભરના યુવાનો સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. જો કે સરકાર યુવાનોને શાંત કરવા માટે આ યોજનામાં ઘણા ફેરફારો કરી રહી છે. આ પહેલા પણ એવું કહેવામાં આવતું હતું કે અર્ધલશ્કરી દળોમાં ભરતી માટે વય મર્યાદા અને પસંદગી આપવામાં આવી હતી પરંતુ તેની પણ કોઈ અસર થઈ નથી.