CBSEએ ધોરણ12 બાદ હવે ધોરણ10નું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરી શકો છો ચેક
CBSE એ આજે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું. વળી, લગભગ 4 કલાકમાં, CBSE ધોરણ-10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ cbseresults.nic.in પર જોઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે શુક્રવારે 22 જુલાઈએ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, તેઓ તેમના રોલ નંબરની મદદથી વેબસાઈટ પર CBSEનું પરિણામ જોઈ શકે છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સે
CBSE એ આજે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું. વળી, લગભગ 4 કલાકમાં, CBSE ધોરણ-10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ cbseresults.nic.in પર જોઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે શુક્રવારે 22 જુલાઈએ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, તેઓ તેમના રોલ નંબરની મદદથી વેબસાઈટ પર CBSEનું પરિણામ જોઈ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું. CBSE 10નું પરિણામ પણ જોવા માટે પરિણામ લિંક સક્રિય કરવામાં આવી છે. આ પરિણામો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) cbse.gov.in, cbseresults.nic.in, parikshasangam.cbse.gov.in, digilocker.gov.in ની સત્તાવાર સાઇટ પરથી મેળવી શકાય છે. આ પહેલા આજે CBSEએ 12નું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે 21 લાખ બાળકોએ CBSE ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જૂનમાં બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ હતી, ત્યારથી બાળકો બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. CBSE ની ધોરણ-10ની 94 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે છોકરીઓએ આ પરીક્ષામાં પણ છોકરાઓ કરતાં 1.41 ટકા સારું પ્રદર્શન કર્યું છે.
CBSE ધોરણ 10નું પરિણામ આ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો
પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જવું પડશે.
અહીં Results ટેબ પર ક્લિક કરો.
હવે CBSE 10મા પરિણામ 2022 ની લિંક પર ક્લિક કરો.
હવે તમને રોલ નંબર, જન્મ તારીખ વગેરે પૂછવામાં આવશે. તેને ભરો અને સબમિટ કરો.
હવે પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
તેને ડાઉનલોડ કરો અથવા સેવ કરી લો.
Update...
Advertisement