Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂપત ભાયાણી બાદ ગુજરાતમાં AAPના અન્ય ચાર ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે: કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ના પરિણામો આવ્યાને બે દિવસ પણ થયા નથી ત્યારે ધારાસભ્યોએ પક્ષ બદલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ભાજપમાં જોડાઈ શકે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. વળી બીજી તરફ ભાયાણીએ ભાજપમાં જોડાવાની ના પાડી દીધી છે. જોકે, તેમણે ભવિષ્ય માટે ચોક્કસપણે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે કહ્ય
ભૂપત ભાયાણી બાદ ગુજરાતમાં aapના અન્ય ચાર ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે  કોંગ્રેસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ના પરિણામો આવ્યાને બે દિવસ પણ થયા નથી ત્યારે ધારાસભ્યોએ પક્ષ બદલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ભાજપમાં જોડાઈ શકે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. વળી બીજી તરફ ભાયાણીએ ભાજપમાં જોડાવાની ના પાડી દીધી છે. જોકે, તેમણે ભવિષ્ય માટે ચોક્કસપણે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે કહ્યું કે, જનતાને પૂછીને નિર્ણય લઇશ, જનતા જે કહેશે તે કરીશ.
ભાજપમાં નહીં જોડાય ભાયાણી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ જ્યાં ગુજરાતની ચૂંટણીમાં AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો તો બીજી તરફ ગુજરાતમાં જીત મેળવનાર AAPના ઉમેદવાર હવે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. ગુજરાતમાં AAPના પાંચ ઉમેદવારો જીત્યા હતા, પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ તે વાતને નકારી કાઢી છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ તેમના સમર્થકો અને મતદારો સાથે વાત કરશે અને ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
દિગ્વિજય સિંહનો AAP પર કટાક્ષ
ભૂપત ભાયાણીએ કહ્યું કે, મને આમ આદમી પાર્ટીથી કોઈ વાંધો નથી, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીમાં 25 વર્ષ બાદ AAPમાં જોડાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે સૌ સમૃદ્ધ થયા એ વાતનો કોઈ ઈન્કાર નથી. મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગર્વ છે. ભાયાણીના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે મને આશ્ચર્ય નથી, મેં પહેલા જ કહ્યું હતું કે તમે ભાજપની બી ટીમ છો, જે કોંગ્રેસનું સમર્થન ઘટાડવા માંગે છે. ફરી એકવાર હું સાચો સાબિત થયો છું.
ભાયાણી ઉપરાંત અન્ય 4 પણ ભાજપમાં જોડાશે
કોંગ્રેસના અન્ય નેતા અરમાને ટ્વીટ કર્યું કે, "તમારા તમામ 5 ધારાસભ્યો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે." આ પાંચમું રાજ્ય છે જ્યાં ચૂંટણી પછી AAP ધારાસભ્યો ભાજપમાં જોડાશે. અગાઉ રાજસ્થાન, ઉત્તરાખંડ, ગોવા અને હરિયાણાના AAP એકમો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી. વળી એવું પણ કહેવાય છે કે, કોંગ્રેસના આ નબળા પ્રદર્શન પાછળ આમ આદમી પાર્ટીનો જ સૌથી મોટો હાથ છે.
અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન
રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 3 અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં બાયડથી ધારાસભ્ય ધવલ ઝાલા, ધાનેરાથી માવજી દેસાઈ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલાનો સમાવેશ થાય છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા ધવલ ઝાલા અને માવજી દેસાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી છે. પાર્ટીને કુલ 12.9 ટકા વોટ મળ્યા હતા. વળી, રાજ્યની 182 બેઠકોમાંથી, ઓછામાં ઓછી 40 બેઠકો એવી હતી જ્યાં AAP બીજા ક્રમે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.