Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોટલી બની ગયા બાદ આ રીતે રાખવાથી લાંબા સમય સુધી પોચી રહેશે....

ઘણી વખત રોટલી બનાવ્યા પછી તે કડક અથવા તો ચવ્વડ થઈ જતી હોય છે. પરંતુ સામાન્ય રીતે દરેકને રોટલીઓ નરમ અને ગરમ-ગરમ જ ભાવે છે. પણ દરરોજ રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ જરૂરી નથી. પણ, જો તમે ઈચ્છો તો રોટલીઓને લાંબા સમય સુધી નરમ રહે, તો જાણી લો રોટલીઓને લાંબા સમય સુધી નરમ રાખવાની Tips..રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં 1 ચમચી મલાઈ મિક્સ કરવાથી રોટલી મુલાયમ બને છે.રોટલીને શેકાય એટલે પહેલા તેને રોટલીની જાળી પર મà
રોટલી બની ગયા બાદ આ રીતે રાખવાથી લાંબા સમય સુધી પોચી રહેશે
ઘણી વખત રોટલી બનાવ્યા પછી તે કડક અથવા તો ચવ્વડ થઈ જતી હોય છે. પરંતુ સામાન્ય રીતે દરેકને રોટલીઓ નરમ અને ગરમ-ગરમ જ ભાવે છે. પણ દરરોજ રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ જરૂરી નથી. પણ, જો તમે ઈચ્છો તો રોટલીઓને લાંબા સમય સુધી નરમ રહે, તો જાણી લો રોટલીઓને લાંબા સમય સુધી નરમ રાખવાની Tips..
  • રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં 1 ચમચી મલાઈ મિક્સ કરવાથી રોટલી મુલાયમ બને છે.
  • રોટલીને શેકાય એટલે પહેલા તેને રોટલીની જાળી પર મુકો.
  • સહેજ ઠરે એટલે તેને કેસરોલમાં એક મોટી સાઈઝનું સાફ પાતળું કોટન કપડું પાથરીને તેમાં રોટલી મૂકો.
  • જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને કેસરોલમાં મુકીને તેને કપડાથી ઢાંકી કેસરોલમાં ઢાંકને મૂકો. કારણ કે રોટલીઓને હવા લાગવાથી એ કડક થઇ જાય છે.
  • આમ કરવાથી રોટલી કે પરોઠા લાંબા સમય સુધી ગરમ અને નરમ રહેશે.
Advertisement
Tags :
Advertisement

.