દીકરીની માતા બન્યા બાદ 4 મહિનામાં ફરી ગર્ભવતી આ અભિનેત્રી
લગ્નના 11 વર્ષ બાદ દેબીનાએ ઘણી મુશ્કેલીઓ બાદ પ્રથમ બાળકીને જન્મ આપ્યો હતો. તે પોતાની ગર્ભાવસ્થામાં ઘણી મુશ્કેલીઓ માંથી પસાર થઇ હતી. હવે આજે ફરીૉ તેણે ચાહકોને આ ખુશખબર આપી, તેનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ફરી એકવાર માતા-પિતા બનવાના છે. તેમનો પરિવાર પૂર્ણ થવાનો છેપુત્રી લિયાનાના જન્મના 4 મહિના પછી મંગળવારે તેણે ચાહકોને આ ખુશખબર આપી. દેબીના હાથમાં સ
લગ્નના 11 વર્ષ બાદ દેબીનાએ ઘણી મુશ્કેલીઓ બાદ પ્રથમ બાળકીને જન્મ આપ્યો હતો. તે પોતાની ગર્ભાવસ્થામાં ઘણી મુશ્કેલીઓ માંથી પસાર થઇ હતી. હવે આજે ફરીૉ તેણે ચાહકોને આ ખુશખબર આપી, તેનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ફરી એકવાર માતા-પિતા બનવાના છે.
તેમનો પરિવાર પૂર્ણ થવાનો છે
પુત્રી લિયાનાના જન્મના 4 મહિના પછી મંગળવારે તેણે ચાહકોને આ ખુશખબર આપી. દેબીના હાથમાં સોનોગ્રાફી રિપોર્ટ પકડેલી જોવા મળે છે. પોસ્ટની સાથે હેશટેગ પણ આપવામાં આવ્યા છે કે તેમનો પરિવાર પૂર્ણ થવાનો છે. તમને જણાવી દઈએ કે લગ્નના 11 વર્ષ બાદ દેબીનાએ ઘણી મુશ્કેલીઓ બાદ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ટૂંક સમયમાં દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ફરી એકવાર માતા-પિતા બનવાના છે.
ટીવી પાવર કપલે ગુડ ન્યૂઝ શેર કરી
દેબીના બેનર્જીએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો સાથે ગુડન્યૂઝ શેર કરી હતી. ફોટામાં ગુરમીત ચૌધરી એક હાથે પુત્રી લિયાનાને પકડી રહ્યો છે અને બીજા હાથે પત્ની દેબીનાને ગળે લગાવી રહ્યો છે. જ્યારે દેબીના બંને હાથ વડે સોનોગ્રાફી રિપોર્ટ બતાવી રહી છે. ટીવી પાવર કપલે માથા પર સ્ટાઇલિશ કેપ પહેરી છે અને પુત્રી લીનાએ માથા પર સફેદ હેરબેન્ડ પહેર્યું છે.
બેબી નંબર 2, ફરી મમ્મી, ફરી પપ્પા
દેબીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કેટલીક વસ્તુઓનો સમય ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે અને આપણે તેને બદલી શકતા નથી તે એક આશીર્વાદ છે, જલ્દી જ સપનું પૂર્ણ થવા જઇ રહ્યું છે. હેશટેગમાં તેણે લખ્યું છે, બેબી નંબર 2, ફરી મમ્મી, ફરી પપ્પા.
એપ્રિલમાં પહેલીવાર માતા-પિતા બન્યા હતા
આ વર્ષે 3 એપ્રિલે, ટીવી કપલે એક સુંદર પુત્રી લિયાનાને જન્મ આપ્યો. અને 4 મહિના પછી ગુરમીત અને દેબીન ફરી એકવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. દેબીનાએ જણાવ્યું કે કેવી રીતે તેને એન્ડોમેટ્રિઓસિસને કારણે ગર્ભવતી થવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. દેબીના 5 વર્ષ સુધી ઘણા ડોકટરો અને IVF નિષ્ણાતોને મળી અને દરેક શક્ય રીતે તેની સારવાર કરાવી જેથી તે માતા બની શકે. એન્ડોમેટ્રિઓસિસ એક એવી સમસ્યા છે જેમાં પેશીઓની અંદર વધુ પડતું લોહી વહેવા લાગે છે. જેના કારણે દેબિનાએ આયુર્વેદની સાથે સાથે ઘણી સારવારનો પણ કરાવી હતી.
સમાજના દબાણમાં આવીને કોઈ નિર્ણય ન લો
દેબીના કહે છે કે આપણે સમાજ દ્વારા બનાવેલા નિયમોને અનુસરવાની કોશિશ ન કરવી જોઈએ, હું તમામ છોકરીઓને એક વાત કહેવા માંગુ છું કે કોઈ પણ છોકરીએ લગ્ન અને માતા બનવાની ઉંમરને લઈને વધુ ચિંતા ન કરવી જોઈએ. મેં જોયું છે કે લોકો 30 વર્ષની ઉંમરે લગ્ન કરે છે અને 40 વર્ષની ઉંમરે સંતાન ધરાવે છે. જીવનમાં બધી વસ્તુઓ શક્ય છે. આપણે સામાજિક તણાવમાં આવ્યા વિના જીવનમાં આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
Advertisement