Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કયારે થશે અમલી

અમૂલ (Amul)બાદ હવે મધર ડેરી(Mother Dairy)એ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં ફુલ ક્રીમ દૂધ અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે . મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું કે અમે માત્ર ફુલ ક્રીમ અને ગાયના દૂધના ભાવમાં રૂ.નો વધારો કરી રહ્યા છીએ. આ વધેલી કિંમતો 16 ઓક્ટોબર એટલે કે રવિવારથી લાગુ થશે. હવે મધર ડેરીએ પણ ભાવ વધારાને કારણે ફરી ગૃહિણીઓનું બજેટ ખોરવાયà«
02:02 PM Oct 15, 2022 IST | Vipul Pandya
અમૂલ (Amul)બાદ હવે મધર ડેરી(Mother Dairy)એ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં ફુલ ક્રીમ દૂધ અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે . મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું કે અમે માત્ર ફુલ ક્રીમ અને ગાયના દૂધના ભાવમાં રૂ.નો વધારો કરી રહ્યા છીએ. આ વધેલી કિંમતો 16 ઓક્ટોબર એટલે કે રવિવારથી લાગુ થશે. હવે મધર ડેરીએ પણ ભાવ વધારાને કારણે ફરી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

શનિવારે સવારે (GCMMF) જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે અમૂલ ગોલ્ડ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે અમૂલ ગોલ્ડ અને ભેંસના દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સિવાય દેશના તમામ બજારોમાં આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ દરરોજ 150 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે

આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ફેટના ભાવમાં વધારાને કારણે આ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. GCMMF એ અગાઉ 17 ઓગસ્ટે પણ દૂધની પ્રાપ્તિની વધતી કિંમતને ટાંકીને તેના ઉત્પાદનોના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. GCMMF ગુજરાતની બહાર દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈમાં પણ મોટાભાગે દૂધનું વેચાણ કરે છે. તે દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. તે દિલ્હી-એનસીઆર માર્કેટમાં લગભગ 40 લાખ લિટર વેચે છે.


અમૂલ દૂધની કિંમત વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે

આ સમયે તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમૂલ અને મધર ડેરીના ભાવમાં વધારો કરવાથી ગ્રાહકોના ખિસ્સા ઢીલા થવાની ખાતરી છે. અમૂલે દિલ્હી પ્રદેશમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અગાઉ ઓગસ્ટમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારે જાહેર કરવામાં આવેલા ફુગાવાના આંકડા અનુસાર, પશુ આહારનો ફુગાવો દર નવ વર્ષથી 25 ટકાથી વધુના રેકોર્ડ સ્તરની નજીક રહ્યો છે. જેના કારણે દૂધ ઉત્પાદક ખેડૂતોના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. અમૂલ માત્ર વધતી જતી કિંમતને ટાંકીને ભાવમાં વધારો કરી રહી છે.

Tags :
DelhiNCRGujaratFirstMotherDairyNewsDelhi
Next Article