Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારે હોબાળા બાદ આખરે અધીર રંજન ચૌધરીએ માગી માફી, કહ્યું- ભૂલથી બોલાઇ ગયું હતું

સંસદમાં ભારે હોબાળામાં કોંગ્રેસ પાર્ટી પર ભાજપ પૂરી રીતે હાવી થતી જોવા મળી રહી છે. અધીર રંજન પર શાબ્દિક પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'કોંગ્રેસના નેતા અધીર રંજને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રની પત્ની તરીકે સંબોધિત કર્યા હતા. એ જાણીને પણ કે આ સંબોધન દેશના દરેક મૂલ્ય અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. હોબાળા બાદ હવે માહિતી મળી રહી છે કે, અધીર રંજન ચૌધરીએ પોતાનà
08:27 AM Jul 28, 2022 IST | Vipul Pandya
સંસદમાં ભારે હોબાળામાં કોંગ્રેસ પાર્ટી પર ભાજપ પૂરી રીતે હાવી થતી જોવા મળી રહી છે. અધીર રંજન પર શાબ્દિક પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "કોંગ્રેસના નેતા અધીર રંજને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રની પત્ની તરીકે સંબોધિત કર્યા હતા. એ જાણીને પણ કે આ સંબોધન દેશના દરેક મૂલ્ય અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. હોબાળા બાદ હવે માહિતી મળી રહી છે કે, અધીર રંજન ચૌધરીએ પોતાના દ્વારા બોલવામાં આવેલા શબ્દો પર માફી માગી લીધી છે. 
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રીય પત્ની' કહેવા બદલ માફી માંગી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, મેં આ વાત જાણી જોઈને નહોતી કહી, મારા મોઢામાંથી ભૂલથી નીકળી ગયું છે. જેને લઈને ભાજપના સાંસદોએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કરેલી ટિપ્પણી વિરુદ્ધ સંસદમાં પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ હજુ પણ એ હકીકત સ્વીકારવામાં અસમર્થ છે કે આદિવાસી મહિલા આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદને શોભે છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત ગૃહના નેતા અધીર રંજને દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રની પત્ની તરીકે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી દ્રૌપદી મુર્મૂ કોંગ્રેસ પાર્ટીની નફરત અને ઉપહાસનો શિકાર બન્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને કઠપૂતળી કહ્યા છે.

આ સમગ્ર મામલે સોનિયા ગાંધીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ સમગ્ર વિવાદ પર સોનિયા ગાંધીનું કહેવું છે કે અધીર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે. વળી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'રાષ્ટ્રીય પત્ની' કહેવાને લઈને લોકસભામાં ઉગ્ર હંગામા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રમા દેવી પાસે ગયા, જે ગૃહની બીજી બાજુએ હતા. 

વળી આ દરમિયાન અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે, અચાનક તેમના મોઢામાંથી આ શબ્દ નીકળી ગયો હતો. તેમનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. માફીના પ્રશ્ન પર અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ભૂલથી એક શબ્દ ચૂકી ગયો હતો. મેં પહેલા રાષ્ટ્રપતિ કહ્યું અને સાથે જ 'રાષ્ટ્રપત્ની' શબ્દ નીકળી ગયો. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે અને તે પહેલાના દિવસે અમે વિજય ચોક તરફ સતત વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જવા માંગો છો, તો મેં કહ્યું કે મારે રાષ્ટ્રપતિને મળવું છે.
વાસ્તવમાં, ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા પછી, સોનિયા ભાજપ સાંસદ રમા દેવી સાથે વાત કરવા ગયા, સ્પષ્ટ કરવા માટે કે અધીર રંજન ચૌધરીએ સમગ્ર મામલામાં માફી માંગી છે. જોકે, ત્યાં સુધીમાં સ્મૃતિ ઈરાની અને અન્ય મંત્રીઓ પહોંચી ગયા હતા અને તેઓએ વાતચીતમાં હસ્તક્ષેપ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ TMC સાંસદો અને સુપ્રિયા સુલેએ સોનિયા ગાંધીનો બચાવ કર્યો હતો. વળી, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્થિતિને સામાન્ય બનાવવા માટે દરમિયાનગીરી કરી હતી.
આ પણ વાંચો - 'રાષ્ટ્રપત્ની' બોલવા પર સંસદમાં ભારે હોબાળો, સ્મૃતિ ઈરાનીએ કહ્યું- સમગ્ર દેશની માફી માંગે કોંગ્રેસ
Tags :
AdhirRanjanChaudharyGujaratFirstsmritiirani
Next Article