Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફતાબે કોર્ટમાં કહ્યું, મે શ્રદ્ધાની હત્યા ગુસ્સામાં આવીને કરી હતી

સમગ્ર દેશમાં ભારે અરેરાટી મચાવનારા દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case) માં આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla) એ અદાલતમાં કબૂલાત કરી હતી કે તેણે ગુસ્સામાં આવીને તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. તેણે કોર્ટને કહ્યું જે કંઇ પણ થયું તે HEAT OF THE MOMENT હતી. એટલે કે તેણે જે કર્યું, તે વગર વિચાર્યે ગુસ્સામાં કર્યું બીજી તરફ આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવાની પણ કાર્યવાહી શરુ કરાઇ છે. આફતાબને કોર્ટમાં
આફતાબે કોર્ટમાં કહ્યું  મે શ્રદ્ધાની હત્યા ગુસ્સામાં આવીને કરી હતી
સમગ્ર દેશમાં ભારે અરેરાટી મચાવનારા દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case) માં આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla) એ અદાલતમાં કબૂલાત કરી હતી કે તેણે ગુસ્સામાં આવીને તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. તેણે કોર્ટને કહ્યું જે કંઇ પણ થયું તે HEAT OF THE MOMENT હતી. એટલે કે તેણે જે કર્યું, તે વગર વિચાર્યે ગુસ્સામાં કર્યું બીજી તરફ આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવાની પણ કાર્યવાહી શરુ કરાઇ છે. 

આફતાબને કોર્ટમાં રજૂ કરાયો 
શ્રદ્ધા મર્ડર કેસની તપાસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાના લિવ-ઇન પાર્ટનર અને હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાએ મંગળવારે દિલ્હીની કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે ગુસ્સામાં આવીને તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. આફતાબની પાંચ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થતાં આજે તેને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આફતાબને પૂછ્યું કે, શું થયું કે તે ગુસ્સામાં આવી ગયો. કોર્ટે આફતાબ પૂનાવાલાની પોલીસ કસ્ટડીમાં વધુ ચાર દિવસનો વધારો કર્યો હતો. તેને ખાસ સુનાવણીમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 
 હું ઘણું ભુલી ગયો છું
આફતાબે એમ પણ કહ્યું કે તે તપાસમાં સહકાર આપી રહ્યો છે. તેણે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે  મે પોલીસને જણાવ્યું છે કે લાશના ટુકડા ક્યાં ફેંક્યા છે. લાંબો સમય વિતી જવાના કારણે હું ઘણું બધુ ભુલી ગયો છું..તે કંઇ પણ થયું ભુલથી થયું છે. ગુસ્સામાં મે હત્યા કરી હતી.

પોલીગ્રાફ ટેસ્ટ માટે કાર્યવાહી
આફતાબે કોર્ટ સમક્ષ અંગ્રેજીમાં જ દરેક સવાલના જવાબ આપ્યા હતા. તે પોલીસ પૂછપરછમાં પણ અંગ્રેજીમાં જ સવાલોના જવાબ આપે છે. બીજી તરફ દિલ્હી પોલીસે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માટે નીચલી કોર્ટનો પણ સંપર્ક કર્યો છે. 
CBI તપાસની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી
દિલ્હી હાઈકોર્ટે શ્રદ્ધા હત્યા કેસની તપાસ દિલ્હી પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે અમને આ દલીલ પર વિચાર કરવા માટે એક પણ વ્યાજબી કારણ નથી મળતું.
પોલીગ્રાફ ટેસ્ટ શું છે?
પોલીગ્રાફ ટેસ્ટને લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, જેના દ્વારા તે જાણી શકાય છે કે વ્યક્તિ સાચું બોલી રહી છે કે નહીં. આ માટે, એક મશીનની મદદ લેવામાં આવે છે, જે પૂછપરછ દરમિયાન શરીરમાં થતા ફેરફારો જેમ કે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, પલ્સ રેટ અને પરસેવો અથવા હાથ-પગની હલનચલનમાં ફેરફાર નોંધે છે. આ જ રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ સાચું બોલી રહી છે કે નહીં, કારણ કે જ્યારે કોઈ જૂઠું બોલે છે ત્યારે તેના શરીરમાં ડર અને ગભરાટ પેદા થાય છે. શરીરમાં અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.
નાર્કો ટેસ્ટ શું છે?
નાર્કો ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં ઈન્જેક્શન આપીને તેને અર્ધબેભાન અવસ્થામાં લાવવામાં આવે છે અને આવી સ્થિતિમાં તેને જે પણ પૂછવામાં આવે છે તેનો સાચો જવાબ આપે છે. મતલબ કે તેનું મન જૂઠું બોલવા માટે સક્રિય રહી શકતું નથી. આ સ્થિતિમાં જો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ યોગ્ય રીતે પ્રશ્ન પૂછે તો તે સાચો જવાબ પણ આપી શકે છે. આ પરીક્ષણ દરમિયાન, તપાસ અધિકારી અથવા ફોરેન્સિક નિષ્ણાત પણ મનોવિજ્ઞાની સાથે બેસે છે. નોર્કો ટેસ્ટમાં, સોડિયમ પેન્ટોથલ નામની દવા માનવ શરીરમાં મર્યાદિત માત્રામાં આપવામાં આવે છે, જે ડોકટરોની દેખરેખ હેઠળ આપવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.