Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફતાબને રખાયો તિહાર જેલમાં, રાઉન્ડ ધ ક્લોક રખાઇ રહી છે નજર

દેશના ચકચારભર્યા શ્રદ્ધા હત્યાકાંડ (Shraddha Murder Case)ના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla)ને તિહાર જેલ (Tihar Jail)માં ધકેલી દેવામાં આવ્યો છે. તિહાર જેલમાં પણ આફતાબની તમામ ગતિવિધીઓ પર બાજ નજર રખાઇ રહી છે. તેના પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી છે. જેલ નંબર 4માં રખાયોતિહાર જેલના સૂત્રોએ જણાવ્યું કે શ્રદ્ધાની હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને જેલની કોટડીમાં રાઉન્ડ ધ ક્લોક કેમેરાની દેખરેખ હ
આફતાબને રખાયો તિહાર જેલમાં  રાઉન્ડ ધ ક્લોક રખાઇ રહી છે નજર
દેશના ચકચારભર્યા શ્રદ્ધા હત્યાકાંડ (Shraddha Murder Case)ના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla)ને તિહાર જેલ (Tihar Jail)માં ધકેલી દેવામાં આવ્યો છે. તિહાર જેલમાં પણ આફતાબની તમામ ગતિવિધીઓ પર બાજ નજર રખાઇ રહી છે. તેના પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી છે. 

જેલ નંબર 4માં રખાયો
તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું કે શ્રદ્ધાની હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને જેલની કોટડીમાં રાઉન્ડ ધ ક્લોક કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આફતાબને તિહાર જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હીની કોર્ટે આફતાબને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. બીજી તરફ પોલીસે  કેસની વધુ કડીઓ મેળવવા માટે એક મહિલાની પૂછપરછ કરી હતી, જે હત્યા બાદ તેના ઘરે આવી હતી.
શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા
આ કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આફતાબ પૂનાવાલાએ કથિત રીતે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. તેણે મૃતદેહના આ ટુકડાઓ તેના રૂમમાં 300 લિટરના ફ્રિજમાં રાખ્યા હતા, જેને તેણે પાછળથી ફેંકી દીધા હતા. મહારાષ્ટ્રના આ લિવ-ઇન કપલ તાજેતરમાં દિલ્હીમાં ભાડાના ફ્લેટમાં રહેવા માટે ગયા હતા, જ્યાં બંને વચ્ચે વધતા ખર્ચને લઈને ઝઘડો થયો હતો.
બે વર્ષથી ઝઘડા થતા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની વચ્ચે ઓછામાં ઓછા બે વર્ષથી સંબંધ બરાબર નહોતો. કસ્ટડીના આદેશ બાદ આફતાબ પૂનાવાલાની મેડિકલ કરવામાં આવી હતી. તેને તિહાર જેલમાં ધકેલી દેવાયા હતા.  તે સેલમાં એકલો નથી, પરંતુ તેની સુરક્ષા માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. 12 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જે 17 નવેમ્બરે વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. મંગળવારે તેને વધુ ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
એક મહિલાની પણ પૂછપરછ
દરમિયાન પોલીસે હત્યાના થોડા દિવસ બાદ તેના ફ્લેટમાં આવેલી મહિલાની પણ પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું કે તે એક ડેટિંગ એપ દ્વારા મહિલા મનોવૈજ્ઞાનિકના સંપર્કમાં આવ્યો હતો. જેમને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. તપાસ ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રદ્ધાના શરીરના ભાગો હજુ પણ રેફ્રિજરેટરની અંદર હતા જ્યારે તેણે મહિલા મનોવિજ્ઞાનીને તેના ઘરે બોલાવી હતી.
હવે નાર્કો ટેસ્ટ કરાશે
શુક્રવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં તેનો નાર્કો-એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવશે. પોલીસે તેના ફ્લેટમાંથી પાંચ છરીઓ કબજે કરી હતી અને તેનો ગુનામાં ઉપયોગ થયો હતો કે કેમ તે જાણવા ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો. પોલીસે અગાઉ કહ્યું હતું કે શ્રદ્ધાના મૃતદેહને કાપવા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાયેલી કરવત હજુ સુધી મળી શકી નથી. પોલીસે જણાવ્યું હતું કે જંગલમાં મળેલા શરીરના અંગો ખરેખર શ્રદ્ધાના જ છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે તેમને ડીએનએ ટેસ્ટ રિપોર્ટ મળવાનો બાકી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.