ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

108 સંતોના સાંનિધ્ય સાથે આફ્રિકા નૈરોબી પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણાહુતિ કરાઇ

આજરોજ 108 સંતોના સમૂહ દર્શન અને સમૂહ આરતી સાથે આફ્રિકા ખંડમાં નૈરોબીમાં વડતાલઘામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે.આ મહોત્સવની પોથીયાત્રા - નગરયાત્રા, બંને ઐતિહાસિક રહ્યા. ભક્તચિંતામણીની કથા પણ ચિરસ્મરણીય બની રહી. કથાના અંતે કે કે વરસાણી કચ્છ, પરેશભાઈ પી પટેલ વડતાલ, પરેશભાઈ સી પટેલ મહેળાવ, ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર વગેરે યજમાન પરિવાર અને પૂર્વ આફ્રિકા મંદિર, દારેસàª
03:07 PM Jan 03, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
આજરોજ 108 સંતોના સમૂહ દર્શન અને સમૂહ આરતી સાથે આફ્રિકા ખંડમાં નૈરોબીમાં વડતાલઘામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે.
આ મહોત્સવની પોથીયાત્રા - નગરયાત્રા, બંને ઐતિહાસિક રહ્યા. ભક્તચિંતામણીની કથા પણ ચિરસ્મરણીય બની રહી. કથાના અંતે કે કે વરસાણી કચ્છ, પરેશભાઈ પી પટેલ વડતાલ, પરેશભાઈ સી પટેલ મહેળાવ, ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર વગેરે યજમાન પરિવાર અને પૂર્વ આફ્રિકા મંદિર, દારેસલામ મંદિર અને લંગાટા મંદિરના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડતાલના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, ગઢપુરના ચેરમેન શ્રીહરિજીવન સ્વામી, જુનાગઢના ચેરમેન વતિ માધવ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી મહાસભા પ્રમુખ, નિત્યસ્વરૂપ સ્વામી સરધાર, નિલકંઠચરણ સ્વામી જેતપુર, ધોલેરાના કોઠારી હરિકેશવ સ્વામી, મુંબઈના કોઠારી ભક્તિપ્રકાશ સ્વામી સાથે વિરસદ, ખંભાત ,પીજ , વડોદરા , દ્વારકા વગેરે મંદિરોથી 108  જેટલા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
આપણ  વાંચો- ગુજરાતમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, અમદાવાદમાં આટલા કેસ નોંધાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AfricaCompletionGujaratFirstNadiadPrestigefestivalVadtalgham