Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીર ફાઈલ્સને પ્રમોટ કરવાથી ડરો છો ? આ મુદ્દે કપિલ શર્માએ કર્યો ખુલાસો

કપિલ શર્મા શો ટીવીનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય શો છે. બોલિવૂડથી લઈને રમતગમત સુધી, દરેક ક્ષેત્રની હસ્તીઓ આ શોમાં તેમના પ્રોજેક્ટ્સને આ શોમાં પ્રમોટ કરતા જોવા મળે છે. પરંતુ 11 માર્ચે રિલિઝ થનારી 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને આ શોમાં પ્રમોશન માટે ઇનવાઇટ કરવામાં આવી ન હતી. આ વાતની જાણકારી ખુદ ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રીએ સોશિલ મીડિયા પર આપી હતી. જે સંદર્ભે  કપિલના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હ
11:41 AM Mar 10, 2022 IST | Vipul Pandya
કપિલ શર્મા શો ટીવીનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય શો છે. બોલિવૂડથી લઈને રમતગમત સુધી, દરેક ક્ષેત્રની હસ્તીઓ આ શોમાં તેમના પ્રોજેક્ટ્સને આ શોમાં પ્રમોટ કરતા જોવા મળે છે. પરંતુ 11 માર્ચે રિલિઝ થનારી 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને આ શોમાં પ્રમોશન માટે ઇનવાઇટ કરવામાં આવી ન હતી. આ વાતની જાણકારી ખુદ ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રીએ સોશિલ મીડિયા પર આપી હતી. જે સંદર્ભે  કપિલના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ઘણાં યુઝર્સે કપિલ શર્મા શોને બોયકોટ કરવાની વાત પણ કરી હતી. 
11 માર્ચે રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને કપિલ શર્મા શોને પ્રમોટ કરવા માટે આમંત્રણ મળ્યું ન હતું. વિવેક અગ્નિહોત્રીએ એક ટ્વિટમાં આ બાબતે લખ્યું. હતું. આ વાત સામે આવતા જ ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે પહેલી વાર કપિલ શર્માએ આ મામલે ખુલાસો કર્યો છે. એક યુઝર્સને જવાબ આપતા, તેણે આ મુદ્દે સફાઇ આપી છે. 
કપિલ શર્માએ આ મામલે ખુલાસો આપ્યો
વાસ્તવમાં એક યુઝરે કપિલ પર આરોપ લગાવ્યો અને સવાલ કર્યો કે શું તે કાશ્મીર ફાઈલ્સને પ્રમોટ કરવાથી ડરો છો? સોશિયલ મીડિયા અને યુઝરના સવાલ પર કપિલે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો હતો. કપિલે યુઝરના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું- આ સાચું નથી રાઠોડ સર. તમે આ પૂછ્યું છે તો કહી દઉં. બાકી જે લોકોએ આ સાચું માની જ લીધું છે તમને સફાઇ આપીને શું ફાયદો, એક એક્સપિરિયન્સ સોશિયલ મીડિયા યુઝર્સ હોવાના સંબેધે એક સલાહ આપું છું કે આજના સોશિયલ મીડિયા વર્લ્ડમાં ક્યારેય પણ એક તરફી વાત પર વિશ્વાસ કરવો ના જોઇએ. આભાર

કાશ્મીર ફાઈલ્સને લઈને વિવાદમાં આવેલા કપિલ શર્માને ટ્રોલ કરતા યુઝરે કોમેડિયનનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. યુઝરે લખ્યું- 'કાશ્મીર ફાઇલ્સ' કાશ્મીર ફાઈલોના પ્રચાર માટે કપિલ કેમ નર્વસ હતો? વિવેક અગ્નિહોત્રી અને તેમની ફિલ્મની આઇકોનિક સ્ટારકાસ્ટ તેમના શોમાં આવી રહી હતી તેનો ડર શું હતો  તો તોમને આવવાનું આમંત્રણ નથી અપાયું, ભાઈ હું તમારો ઘણો મોટો ફેન હતો, પરંતુ તમે મને અને કપિલ શર્મા શોના કરોડો ચાહકોને નિરાશ કર્યા છે.  હું તમારો બહિષ્કાર કરું છું.
વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આ આરોપ લગાવ્યો હતો
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત 'કાશ્મીર ફાઇલ્સ' કાશ્મીરી પંડિતોના જીવન પર આધારિત છે અને સત્ય પર આધારિત છે. તેમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી મહત્વની ભૂમિકામાં છે. જ્યારે એક ચાહકે વિવેકને ધ કપિલ શર્મા શોમાં તેની ફિલ્મનું પ્રમોશન કરવા વિનંતી કરી, ત્યારે  વિવેકે કપિલ વિશે એક ભેદી પોસ્ટ પોસ્ટ મૂકી હતી, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સે કપિલને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

વિવેક અગ્નિહોત્રીએ લખ્યું...કપિલ શર્માના શોમાં કોને આમંત્રણ આપવું તે મારે નક્કી કરવાની જરૂર નથી. તે તેની અને તેના નિર્માતાઓની પસંદગી છે કે તે કોને બોલાવવા માંગે છે.જ્યાં સુધી બોલિવૂડની વાત છે, તો હું એ કહીશ કે જેમ એકવાર મિસ્ટર બચ્ચને એકવાર ગાંધીજી વિશે કહ્યું હતુંઃ વો રાજા હૈ હમ રંક.
Tags :
AfraidofpromotingKashmirfilesGujaratFirstkapilsharmashowboycottKapilSharmavivekcontravercyvivekagnihotry
Next Article