Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી સુપર-4માં કરી એન્ટ્રી

એશિયા કપ 2022ની (Asia Cup 2022) ત્રીજી મેચ અફઘાનિસ્તા અને  બાંગ્લાદેશ (BANvsAFG) વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી દીધું છે. આ જીત સાથે જ અફઘાનિસ્તાને સુપર-4માં ક્વોલિફાઈ થનારી પહેલી ટીમ બની છે.બાંગ્લાદેશે (Bangladesh) પહેલાં બેટિંગ કરતા 128 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાને (Afghanistan) માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો. ટીમ માટે ઈબ્રાહિમ જાદરાને અણનમ 42 રન બનાવ્ય
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી સુપર 4માં કરી એન્ટ્રી
એશિયા કપ 2022ની (Asia Cup 2022) ત્રીજી મેચ અફઘાનિસ્તા અને  બાંગ્લાદેશ (BANvsAFG) વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી દીધું છે. આ જીત સાથે જ અફઘાનિસ્તાને સુપર-4માં ક્વોલિફાઈ થનારી પહેલી ટીમ બની છે.
બાંગ્લાદેશે (Bangladesh) પહેલાં બેટિંગ કરતા 128 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાને (Afghanistan) માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો. ટીમ માટે ઈબ્રાહિમ જાદરાને અણનમ 42 રન બનાવ્યા જ્યારે નજીબુલ્લાહ જાદરાને તોફાની ઈનિંગ રમી અણનમ 42 રન બનાવ્યા.
બાંગ્લાદેશના લક્ષ્યને પાર કરવા ઉતરેલી અફઘાની ટીમ માટે હજરતુલ્લાહ જજઈ અને રહમાનુલ્લા ગુરબાજ ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન જજઈ 26 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. જ્યારે ગુરબાજ માત્ર 11 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન મોહમ્મદ નબી કંઈ ખાસ કરી શક્યા નહોતા. તેઓ 9 બોલનો સામનો કરીને 8 રન બનાવીને આઉટ થયાં.
અફઘાનિસ્તાન (Afghanistan) માટે ઈબ્રાહિમ જાદરાન (Ibrahim Jadran) અને નજીબુલ્લાહ જાદરાને (Najibullah Jadra) શાનદાર પ્રદર્શન કર્યું. ઈબ્રાહિમે 41 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા લગાવીને અણનમ 42 રનની ઈનિંગ રમી હતી. જ્યારે નઝીબુલ્લાહે 6 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી માત્ર 17 બોલમાં 43 રન બનાવ્યા છે.
આ અગાઉ બાંગ્લાદેશની (Bangladesh) ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 127 રન જ બનાવી શકી. ટીમ માટે મોસાદિક હુસૈને 31 બોલમાં અણનમ 48 રન બનાવ્યા. તેમની આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા લગાવ્યા હતા. મોહમદુલ્લાએ 25 રનોનું યોગદાન આપ્યું આ દરમિયાન અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને 3-3 વિકેટ લીધી.
Advertisement

Tags :
Advertisement

.