ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટ વિવાદમાં રાજ્ય સરકારનું સોગંદનામું, જાણો શું કહ્યું
ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિવાદનો મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં રાજ્ય સરકારે સોગંદનામુ કર્યું છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. સમગ્ર મામલાની હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે રાજય સરકારે કોર્ટમાં સોગંદનામું કર્યું છે જે
01:13 PM Apr 26, 2022 IST
|
Vipul Pandya
ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિવાદનો મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં રાજ્ય સરકારે સોગંદનામુ કર્યું છે.
ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. સમગ્ર મામલાની હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે રાજય સરકારે કોર્ટમાં સોગંદનામું કર્યું છે જેમાં જણાવાયું છે કે ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારનો પ્રયાસ છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસાની યોગ્ય રીતે જાણ થાય તે માટે આશ્રમની આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. સરકાર માત્ર ગાંધીજીના મૂલ્યોને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
રાજય સરકારે સોગંદનામું કર્યું હતું કે નવા એક્ઝિબિશન સેન્ટર અને મ્યુઝિયમથી ગાંધીજીના મૂલ્યો અને વારસો આગળ વધશે તથા ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં.ગાંધી આશ્રમની આસપાસ કુલ ૫૫ એકર જગ્યા પર ગાંધી આશ્રમ ના ડેવલપમેન્ટ નું પ્લાનિંગ છે.
ઉલ્લેખનિય છે કે ગાંધી આશ્રમને વિશ્વ કક્ષાનો બનાવવા માટે સરકાર દ્વારા 1200 કરોડનો પ્રોજેકટ શરુ કરવાનો નિર્ણય કરાયો હતો. આ પ્રોજેકટમાં આશ્રમવાસીઓને 55 એકરની જમીનમાં અલગથી જગ્યા ફાળવાશે. ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના સમાધિસ્થળને પણ વિકસાવાશે. ગાંધી સંશોધન અને વિકાસ તથા વિસ્તાર માટે પણ નવો વિભાગ શરુ કરાશે. આ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જે બાદ રાજ્ય સરકારે સોગંદનામું કર્યું હતું.
Next Article