ભારે વરસાદની ચેતાવણીને જોતાં દિલ્હી-NCRમાં વર્ક ફ્રોમ હોમની એડવાયઝરી જાહેર
દિલ્હી અને એનસીઆરમાં સોમવારે સવારે થયેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને ભારે વરસાદની ચેતવણીના કરાણે ગુરુગ્રામના જીલ્લા પ્રશાસન દ્વારા લોકોને ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે. જીલ્લા પ્રશાસનને જાહેર કરેલી એડવાયઝરીમાં ખાનગી સંસ્થાઓ અને કોર્પોરેટ ઓફિસોને જણાવાયું છે કે તેઓ તેમની ઓફિસના કર્મચ
09:22 AM May 23, 2022 IST
|
Vipul Pandya
દિલ્હી અને એનસીઆરમાં સોમવારે સવારે થયેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને ભારે વરસાદની ચેતવણીના કરાણે ગુરુગ્રામના જીલ્લા પ્રશાસન દ્વારા લોકોને ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે.
જીલ્લા પ્રશાસનને જાહેર કરેલી એડવાયઝરીમાં ખાનગી સંસ્થાઓ અને કોર્પોરેટ ઓફિસોને જણાવાયું છે કે તેઓ તેમની ઓફિસના કર્મચારીઓને ઘેરથી કામ કરવાનો આદેશ આપે. જેથી રસ્તા પર ટ્રાફિક જામ ના થાય.
બીજી તરફ ગુરુગ્રામ પોલીસ પણ ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયાસોમાં લાગી ગઇ છે. ટ્રાફિક પોલીસે લોકોને અપિલ કરી હતી કે જો તેઓ ઘેરથી કામ કરી શકે છે તો તેઓ ઓફિસે ના જાય. પોલીસે ટ્વીટ કર્યું કે અમારી પાસે વિકલ્પ નથી પણ લોકો ઘેરથી કામ કરવાના વિકલ્પ પર વિચાર કરે.
જયપુર દિલ્હી હાઇવે પર પણ પાણી ભરાયા છે. જેથી લોકોને ભારે તકલીફ પડી રહી છે. નેશનલ હાઇવે 48 અને જયપુર હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. સોમવારે ભારે આંધી અને વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. આંધીના કારણે ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
Next Article