વોલ સ્ટ્રીટ જર્નલમાં મોદી સરકાર વિરુદ્ધ જાહેરાત, નિર્મલા સિતારમણને કહ્યું- વોન્ટેડ
ભારત વિરુદ્ધ અમેરિકામાં શરમજનક બાબત સામે આવી છે. જેમાં દેવસ મલ્ટીમીડિયાના માલિક વિશ્વનાથન 2011માં વાયરલેસ બ્રોડબેન્ડ વિકસાવવા માટે તેમની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો, હવે તેમણે ભારત સરકાર સામે બાંયો ચઢાવી છે હવે જયારે ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે વોલ સ્ટ્રીટ જર્નલમાં મોદી સરકાર વિરુદ્ધ જાહેરાત છપાઇ છે. જેમાં નાણામંત્રી નàª
07:41 AM Oct 17, 2022 IST
|
Vipul Pandya
ભારત વિરુદ્ધ અમેરિકામાં શરમજનક બાબત સામે આવી છે. જેમાં દેવસ મલ્ટીમીડિયાના માલિક વિશ્વનાથન 2011માં વાયરલેસ બ્રોડબેન્ડ વિકસાવવા માટે તેમની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો, હવે તેમણે ભારત સરકાર સામે બાંયો ચઢાવી છે હવે જયારે ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે વોલ સ્ટ્રીટ જર્નલમાં મોદી સરકાર વિરુદ્ધ જાહેરાત છપાઇ છે. જેમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ માટે વોન્ટેડ શબ્દ પ્રયોગ કર્યો છે. આ ચોંકાવનારી ઘૃણાસ્પદ જાહેરાત ભારત અને તેની સરકારને નિશાન બનાવવા માટે પ્રકાશિત કરવામાં આવી છે. શું તમે જાણો છો કે આની પાછળ કોણ છે? આ અભિયાન ભાગેડુ રામચંદ્ર વિશ્વનાથન ચલાવી રહ્યાં છે, જે દેવાસના સીઈઓ હતા."
વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલી એક જાહેરાત આ દિવસોમાં વિવાદમાં
અમેરિકાના અગ્રણી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલી એક જાહેરાત આ દિવસોમાં વિવાદમાં છે. આ જાહેરાતમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 10 વરિષ્ઠ સરકારી અધિકારીઓને વિદેશી રોકાણકારો વિરોધી ગણાવીને વોન્ટેડ ગણાવ્યા છે. આ જાહેરાતે ભારતમાં મોટો વિવાદ ઉભો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ જાહેરાત એવા સમયે પ્રકાશિત કરવામાં આવી છે જ્યારે નિર્મલા સીતારમણ G20 નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકમાં ભાગ લેવા માટે યુએસમાં છે.
અનેક દિગ્ગજોના નામો પ્રસિદ્ધ કર્યા
13 ઓક્ટોબરે પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતમાં નિર્મલા સીતારમણ ઉપરાંત એન્ટ્રિક્સ કોર્પના ચેરમેન રાકેશ શશિભૂષણ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા, વી રામસુબ્રમણ્યમ, સ્પેશિયલ પીસી (પ્રિવેન્શન ઓફ કરપ્શન) એક્ટના જજ ચંદ્રશેખર, સીબીઆઈના ડીએસપી આશિષ, એન. ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રા અને એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામન. આ જાહેરાતમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર રાજેશ અને ડેપ્યુટી ડાયરેક્ટર એ સાદિક મોહમ્મદનું નામ પણ સામેલ છે.
ભારતને રોકાણકારો માટે અસુરક્ષિત બનાવવાનું આપ્યું કારણ
જાહેરાતમાં આરોપ છે કે તેઓએ સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભારતને રોકાણકારો માટે અસુરક્ષિત બનાવ્યું છે. જાહેરાતના તળિયે એક QR કોડ પણ છે, જેને સ્કેન કરવાથી અમેરિકન થિંક ટેન્ક Frontiers of Freedomની વેબસાઈટ ખુલે છે.
યુએસ મીડિયાને હથિયાર બનાવવું શરમજનક
માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ દાવો કર્યો હતો કે આ અભિયાન દેવસ મલ્ટીમીડિયાના ભૂતપૂર્વ સીઈઓ રામચંદ્રન વિશ્વનાથન ચલાવી રહ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું કે, છેતરપિંડી કરનારાઓ માટે યુએસ મીડિયાને હથિયાર બનાવવું શરમજનક છે.
Next Article