Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ બીજી વૈશ્વિક કોવિડ સમિટને સંબોધિત કરી, કહ્યું – વિશ્વને સંકટના સમયે ભારતે ખુબ મદદ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બીજી વૈશ્વિક કોવિડ સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં કોરોના સામે લોકો કેન્દ્રિત વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે વાર્ષિક આરોગ્ય સંભાળ બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વૈશ્વિક કોવિડ સમિટમાં કહ્યું હતું ક
04:47 PM May 12, 2022 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બીજી વૈશ્વિક કોવિડ સમિટને
સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં કોરોના સામે લોકો કેન્દ્રિત
વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટો છે.
તેમણે એમ પણ કહ્યું કે અમે વાર્ષિક આરોગ્ય સંભાળ બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ
ફાળવણી કરી છે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ બીજી વૈશ્વિક કોવિડ સમિટમાં કહ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું
કોવિડ રસીકરણ અભિયાન ભારતમાં હજુ પણ ચાલી રહ્યું છે. ભારતમાં લગભગ
90 ટકા પુખ્ત વયના લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ સાથે લગભગ 50 મિલિયન બાળકોને પણ રસી આપવામાં આવી છે.

Tags :
covidvaccinationGlobalCovidSummitGujaratFirstPMModi
Next Article