લિસ્ટિંગના દિવસે જ આ કંપનીના શેર 13000% ઉછળ્યા, રોકાણકારો થયાં રાતોરાત કરોડપતિ
શેર માર્કેટમાં લિસ્ટિંગ બાદ રોકાણકારોને ઘણો ફાયદો થાય તેવું આપણે જોયું હશે પરંતુ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને 13000% રિટર્ન કોઈ કંપનીએ હજુ સુધી નથી આપ્યું. પરંતુ એક એવી કંપની છે જેણે રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ 13,013%નું રિટર્ન આપ્યું છે. આ કંપનીના શેરે રોકાણકારોને રાતોરાત માલામાલ કરી દીધાં છે.ચીનની કંપની Addentax Group Corpના શેર બુધવારે અમેરીકન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા, જે બાદ રà«
Advertisement
શેર માર્કેટમાં લિસ્ટિંગ બાદ રોકાણકારોને ઘણો ફાયદો થાય તેવું આપણે જોયું હશે પરંતુ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને 13000% રિટર્ન કોઈ કંપનીએ હજુ સુધી નથી આપ્યું. પરંતુ એક એવી કંપની છે જેણે રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ 13,013%નું રિટર્ન આપ્યું છે. આ કંપનીના શેરે રોકાણકારોને રાતોરાત માલામાલ કરી દીધાં છે.
ચીનની કંપની Addentax Group Corpના શેર બુધવારે અમેરીકન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા, જે બાદ રોકાણકારોને 13000%થી વધારે રિટર્ન મળ્યું છે. Addentaxના સ્ટોક્સમાં આવેલી આ તેજીના લીધે માર્કેટમાં ટ્રેડિંગને કેટલીય વખત રોકવું પડ્યું. માર્કેટમાં આવેલી આ તેજીના લીધે કંપનીનું માર્કેટ કેપ 20 અરબ ડોલર સુધી પહોંચી ગયું હતું.
Addentax કંપની ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે તે સિવાય તે લોજિસ્ટિકનો પણ બિઝનેસ કરે છે. આ તેજીના કારણે કંપનીના ચેરમેન અને CEO હોંગ જિડા અને તેમના ભાઈ હોંગ જિવાંગની સંપત્તિમાં પણ અધધ વધારો થયો છે. તેમની સંપત્તિ વધીને 1.3 અરબ ડોલર થઈ ગઈ છે. આ કંપનીમાં CEO હોંગનો 4.8% ભાગીદારી છે. જ્યારે તેમના ભાઈનો 1.6% હિસ્સો છે.
આવું મોટું રિટર્ન આપનારી આ પહેલી કંપની નથી આ વર્ષની ચીનની 8મી કંપની છે. અગાઉ પણ હોંગકોંગની બે કંપનીઓ AMTD Digital અને Magic Empireએ પણ રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું હતું. જોકે બાદમાં શેરની તેજી ઘટી ગઈ હતી.