ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BSE, NSE પર અદાણી વિલ્મરનું લિસ્ટિંગ, જાણો શું હાલ છે રોકાણકારોના...

દેશની સૌથી મોટી FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ) કંપનીઓમાં સામેલ અદાણી વિલ્મરના IPOનું BSE અને NSE પર લિસ્ટિંગ થયું છે. બજાર નિષ્ણાતોના અંદાજથી વિપરીત અદાણી વિલ્મરના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. આ સાથે 2022ના વર્ષના બીજા IPOનું પણ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થતાં રોકાણકારો નિરાશ થયા છે. આ પહેલા એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસના શેરનું પણ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. à
08:41 AM Feb 08, 2022 IST | Vipul Pandya

દેશની સૌથી મોટી FMCG (ફાસ્ટ
મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ) કંપનીઓમાં સામેલ અદાણી વિલ્મરના IPOનું
 BSE અને NSE પર
લિસ્ટિંગ થયું છે.
બજાર નિષ્ણાતોના અંદાજથી વિપરીત અદાણી વિલ્મરના શેરનું
ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. આ સાથે
2022ના વર્ષના બીજા IPOનું પણ
ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થતાં રોકાણકારો નિરાશ થયા છે. આ પહેલા એજીએસ ટ્રાન્ઝેક્ટ
ટેક્નોલોજિસના શેરનું પણ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું.


બજાર નિષ્ણાતો 15% પ્રીમિયમ
સાથે લિસ્ટિંગની અપેક્ષા રાખી રહ્યા હતા
જે નિરાશ
થયા છે અદાણી વિલ્મરનો આઈપીઓ
27મી જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો અને 31 જાન્યુઆરીના
રોજ બંધ થયો હતો અને આ આઈપીઓને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અંતિમ દિવસ સુધી આઈપીઓ
17.37 ગણો
ભરાયો હતો.

 

કેટલા ભાવે આઇપીઓનું થયું
લિસ્ટિંગ
?

જે આપીઓના લિસ્ટિંગ ની રાહ
જોઈ રહ્યા હતા તે આજે
BSE પર અદાણી વિલ્મરના શેરનું 3.91% ડિસ્કાઉન્ટ ભાવે
લિસ્ટિંગ થયું હતું.
230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે બીએસઈ પર અદાણી વિલ્મરનો શેર 221
રૂપિયા
પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને એક શેર દીઠ
9 રૂપિયાનું નુકસાન સહન
કરવું પડ્યું છે.


NSE પર અદાણી વિલ્મરના શેરનું 1.30% ડિસ્કાઉન્ટ સાથે
લિસ્ટિંગ થયું હતું.
230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે NSE પર અદાણી વિલ્મરનો શેર 227
રૂપિયા
પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને શેર દીઠ ત્રણ રૂપિયાનું નુકસાન સહન કરવું
પડ્યું છે. ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયા બાદ
અદાણી વિલ્મરના શેરમાં તેજી જોવા મળી હતી.
10.00
વાગ્યે એનએસઈ અને બીએસઈ પર અદાણી વિલ્મરનો શેર આશરે 7% વધીને ટ્રેડ કરી રહ્યો હતો.

 

શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી કંપની

અદાણી
વિલ્મર શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી જૂથની સાતમી કંપની છે. 


 

જાણો અદાણી
વિલ્મર
કંપની વિશે

અદાણી વિલ્મર એ
અમદાવાદ સ્થિત અદાણી ગ્રૂપ અને સિંગાપોર સ્થિત વિલ્મર ગ્રૂપ વચ્ચેની
50:50 સંયુક્ત સાહસ કંપની છે. અદાણી વિલ્મર ખાદ્ય તેલ
બ્રાન્ડ ફોર્ચ્યુન દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ફોર્ચ્યુન ખાદ્યતેલ
સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ છે. તેનો બજાર હિસ્સો
18.3 ટકા છે અને તે ઓઇલ સેગમેન્ટમાં નંબર વન છે. આ સિવાય તે લોટ, ચોખા, દાળ અને ખાંડનું વેચાણ કરે છે.

 

 

Tags :
adaniwilmaripoipo
Next Article