Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી પાવરે ડીબી પાવરને 7017 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી

દેશની વધુ એક કંપની અદાણી ગ્રુપ (Adani Group) ના ખોળામાં આવી ગઈ છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે (Adani Power) દેવામાં ડૂબેલી ડીબી પાવર લિ. (DB Power)ને ખરીદવાની જાહેરાત કરી છે. આ અધિગ્રહણ સાથે, અદાણી પાવર રાજ્યમાં થર્મલ પાવર સેક્ટરમાં તેના કારોબારને વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. ડીબી પાવર છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં 600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટના બે યુનિટ ધરાવે છે. તે થર્મલ પાવર પ્લાન્ટનુ
અદાણી પાવરે ડીબી પાવરને 7017 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી
દેશની વધુ એક કંપની અદાણી ગ્રુપ (Adani Group) ના ખોળામાં આવી ગઈ છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે (Adani Power) દેવામાં ડૂબેલી ડીબી પાવર લિ. (DB Power)ને ખરીદવાની જાહેરાત કરી છે. આ અધિગ્રહણ સાથે, અદાણી પાવર રાજ્યમાં થર્મલ પાવર સેક્ટરમાં તેના કારોબારને વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. ડીબી પાવર છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં 600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટના બે યુનિટ ધરાવે છે. તે થર્મલ પાવર પ્લાન્ટનું એકમ પણ ચલાવે છે. ડિલિજન્ટ પાવર (DPPL) એ DB પાવરની હોલ્ડિંગ કંપની છે.
અદાણી પાવરના આ એક્વિઝિશન માટેના એમઓયુનો પ્રારંભિક સમયગાળો 31 ઓક્ટોબર, 2022 સુધીનો રહેશે. પરંતુ પરસ્પર સમજૂતી પર તેને વધુ વધારી શકાય છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અદાણી પાવરે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે કંપની પાસે 923.5 મેગાવોટ ક્ષમતા માટે લાંબા ગાળાના અને મધ્યમ ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ છે. ઉપરાંત, કોલ ઈન્ડિયા લિમિટેડ સાથે ઈંધણના સપ્લાય માટે કરાર છે અને કંપની નફામાં છે.
અદાણી પાવર DPPLની કુલ જારી, સબસ્ક્રાઇબ્ડ અને પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીના 100 ટકા હિસ્સો ધરાવશે.  ડીપીપીએલ પાસે વ્યવહારની છેલ્લી તારીખે ડીબી પાવરનો 100% હિસ્સો હશે. આ અધિગ્રહણ રૂ. 7,017 કરોડના અંડરટેકિંગ મૂલ્યનું હશે. ડીબી પાવર ઓક્ટોબર 2006 થી છત્તીસગઢમાં થર્મલ પાવર જનરેટીંગ સ્ટેશનોની સ્થાપના, સંચાલન અને જાળવણીના વ્યવસાયમાં રોકાયેલુ છે.
દરમિયાન સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે અદાણી પાવરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પાવરનો શેર 2.88 ટકાના ઉછાળા સાથે રૂ.410.90 પર બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો અદાણી પાવરના શેરમાં 35 ટકાનો વધારો થયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 1.60 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. અદાણી પાવરે હવે માર્કેટ કેપની બાબતમાં સરકારી કંપની NTPC MCapને પાછળ છોડી દીધું છે.
અદાણી પાવર તેના રોકાણકારોને સતત મલ્ટિબેગર રિટર્ન આપે છે. છેલ્લા પાંચ દિવસમાં તેમાં લગભગ 15 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં અદાણી પાવરના શેરના ભાવમાં 35 ટકાથી વધુનો વધારો થયો છે. એ જ રીતે, છેલ્લા છ મહિનામાં તે લગભગ 240 ટકા ઉછળ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.