Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં બે એનર્જી પ્રોજેક્ટ માટે અદાણી ગૃપને મંજૂરી

અદાણી ગૃપનું (Adani Group) એનર્જી યુનિટ અદાણી ગ્રીન એનર્જીને (Adani Green Energy) ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં બે પ્રોજેક્ટ માટે પ્રોવિઝનલ મંજુરી મળી ગઈ છે. અદાણી ગ્રીન આ યોજના હેઠળ શ્રીલંકા ઉત્તરીય વિસ્તારમાં 50 કરોડ ડોલર એટલે કે 3981.28 કરોડ રૂપિયાથી વધારે રોકાણથી 286 મેગાવોટ અને 234 મેગાવોટની બે વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ શરૂ કરશે. શ્રીલંકાના એનર્જી અને પાવર મિનિસ્ટર કંચન વિજેસેકારાએ બુધવારે 17 ઓગસ્ટે ત
શ્રીલંકામાં બે એનર્જી પ્રોજેક્ટ માટે અદાણી ગૃપને મંજૂરી
અદાણી ગૃપનું (Adani Group) એનર્જી યુનિટ અદાણી ગ્રીન એનર્જીને (Adani Green Energy) ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં બે પ્રોજેક્ટ માટે પ્રોવિઝનલ મંજુરી મળી ગઈ છે. અદાણી ગ્રીન આ યોજના હેઠળ શ્રીલંકા ઉત્તરીય વિસ્તારમાં 50 કરોડ ડોલર એટલે કે 3981.28 કરોડ રૂપિયાથી વધારે રોકાણથી 286 મેગાવોટ અને 234 મેગાવોટની બે વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ શરૂ કરશે. શ્રીલંકાના એનર્જી અને પાવર મિનિસ્ટર કંચન વિજેસેકારાએ બુધવારે 17 ઓગસ્ટે તેની જાણકારી આપી. ભારે સંકટોનો સામનો કરી રહેલા શ્રીલંકામાં એનર્જી સેક્ટરમાં અદાણી ગૃપના બે રોકાણનું આ પહેલી સત્તાવાર જાહેરાત છે.
તેમણે ટ્વીટ કરી જાણકારી આપી કે, તેમણે સરકારની માલિકીવાળી સિલોન ઈલેક્ટ્રીસિટી બોર્ડ (CEB) અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓથરિટી સાથે મુલાકાત કરી હતી. તેમાં રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સના પ્રોગ્રેસ પર ચર્ચા થઈ. અદાણી ગ્રીન એનર્જીને મન્નારમાં 286 મેગાવોટ અને પૂનેરિન 234 મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ્સની મંજુરી આપી દેવામાં આવી છે.અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, CEB એક્ટમાં સંશોધનના લીધે 45માંથી 21 પ્રોજેક્ટ્સમાં મોડું થયું હતું, હવે તેમાં આગામી સપ્તાહે પીપી કરાર થશે.
અદાણી ગૃપે ગત સપ્ટેમ્બર 2021માં રણનૈતિક રૂપથી મહત્વપૂર્ણ કોલંબો પોર્ટના પશ્ચિમ કંટેનર ટર્મિનલને વિકસાવવા અને તેને ચલાવવા માટે કરાર કર્યો હતો. તે બાદ કંપની શ્રીલંકાના એનર્જી અને વિંડ સેક્ટરમાં પણ સંભાવનાઓ જોઈ રહી છે. આ જાણકારી CEBના એક સિનિયર અધિકારીએ ગત વર્ષે આપી હતી.  હવે એનર્જી સેક્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના બે રોકાણની સત્તાવાર જાહેરાત થઈ છે. અત્રે નોંધનીય છે કે, અદાણી ગૃપે ઈસ્ટર્ન કંટેનર ટર્મિનલ (ECT) માટે પણ બોલી લગાવી હતી પરંતુ વિપક્ષ અને સ્થાયી પોર્ટ ટ્રેડ યૂનિયન્સના વિરોધના લીધે આ પ્રયાસ સફળ થઈ શક્યો નહોતો.
Advertisement
Tags :
Advertisement

.