Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી ગ્રુપે 20 હજાર કરોડનો FPO રદ કર્યો, રોકાણકારોને રૂપિયા પરત કરશે

અદાણી ગ્રુપે પોતાને FPO કેન્સલ કરી દીધો છે. માર્કેટના ઉતાર-ચઢાવને જોતા અદાણી ગ્રુપે આ નિર્ણય કર્યો છે. રૂ. 20 હજાર કરોડનો FPO કેન્સલ કરી અદાણી ગૃપ રોકાણકારોને રૂપિયા પરત કરશે. અદાણી એન્ટરપ્રાઈઝેઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે કે, માર્કેટમાં ઉતાર-ચઢાવને જોતા કંપનીના બોર્ડે FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીનà«
અદાણી ગ્રુપે 20 હજાર કરોડનો fpo રદ કર્યો  રોકાણકારોને રૂપિયા પરત કરશે
અદાણી ગ્રુપે પોતાને FPO કેન્સલ કરી દીધો છે. માર્કેટના ઉતાર-ચઢાવને જોતા અદાણી ગ્રુપે આ નિર્ણય કર્યો છે. રૂ. 20 હજાર કરોડનો FPO કેન્સલ કરી અદાણી ગૃપ રોકાણકારોને રૂપિયા પરત કરશે. અદાણી એન્ટરપ્રાઈઝેઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે કે, માર્કેટમાં ઉતાર-ચઢાવને જોતા કંપનીના બોર્ડે FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. 
તેમણે કહ્યું, કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPOમાંથી મળેલી રકમ પરત કરવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત લેણ-દેણ પૂર્ણ કરીશું.
ગુજરાતના સમર્પણભાવની ભૂમિના સંતાન હોવાના નાતે સર્વ જન સુખાય સર્વ જન હિતાયના સૂત્રને અક્ષરસહ આચરણમાં મૂકીને રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ એક સંવેદનાસભર નિર્ણય કરી આ એફ.પી.ઓ.ને તાત્કાલિક અસરથી મુલત્વી રાખવાની મોડી રાત્રે જાહેરાત કરીને રોકાણકારોના આ ભરણામાં પ્રાપ્ત થયેલા પૈસા પરત ચૂકવી આપવાની જાહેરાત કરી છે.
આ સાથે તેમણે અદાણી સમૂહની પ્રગતિ યાત્રાના પ્રત્યેક પગલામાં ખભે ખભા મિલાવી સાથે ચાલનારા સમગ્ર રોકાણકાર અને હિતધારક સમુદાયોનો અંતકરણથી ૠણ સ્વીકાર કર્યો છે અને એ ખાતરીનો પુર્નરોચ્ચાર કર્યો છે કે અમારા રોકાણકારોનો ભરોસો અને તેમના હિતો  અમારી કાયમી પ્રાથમિકતા હશે. સંઘર્ષ અને પડકારોને પાર  કરી વૃધ્ધિને વરેલો અદાણી સમૂહ પ્રજાહિતને સ્પર્શતા કોઇપણ પગલા લેતા પળનો પણ વિલંબ નહી કરે.
FPO એટલે શું?
FPO દ્વારા કંપની પોતાનું ફોલો ઓન પબ્લિક ઓફર  કરે છે સરળ ભાષામાં સમજીએ તો કંપની પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે અને તે રોકાણકારોને નવા શેર ઓફર કરે છે. જે બજારમાં રહેલા સ્ટોક કરતાં અલગ છે. મોટે ભાગે આ શેર પ્રમોટરો દ્વારા જાહેર કરવામાં આવે છે. FPOનો ઉપયોગ કંપનીના ઇક્વિટી બેઝમાં વિવિધતા લાવવા માટે થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.