ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગ્લેમરસ અંદાજમાં કચરો નાખવા નીકળી અદા શર્મા, કચરાપેટી સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયાના આ સમયમાં સેલિબ્રિટીઓ ચર્ચામાં રહેવા માટે ભાતભાતની હરકતો કરતા હોય છે. કોઇ પોતાના વિવાદિત નિવેદનો વડે ચર્ચામાં રહે છે, કોઇ બોલ્ડ ફોટો અને વિડિયો શેર કરે છે તો કોઇ લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઇક અજુગતું કરે છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા પણ અત્યારે આવા જ કારણોસર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી અદા શર્માએ ગઇ કાલે વેલેન્ટાઇન ડે પર એક અનોખ
12:11 PM Feb 15, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
સોશિયલ મીડિયાના આ સમયમાં સેલિબ્રિટીઓ ચર્ચામાં રહેવા માટે ભાતભાતની હરકતો કરતા હોય છે. કોઇ પોતાના વિવાદિત નિવેદનો વડે ચર્ચામાં રહે છે, કોઇ બોલ્ડ ફોટો અને વિડિયો શેર કરે છે તો કોઇ લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઇક અજુગતું કરે છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા પણ અત્યારે આવા જ કારણોસર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી અદા શર્માએ ગઇ કાલે વેલેન્ટાઇન ડે પર એક અનોખો વિડિયો શેર કર્યો છે. જે અત્યારે વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં પણ છે. આ વિડિયોની અંદર અદા શર્મા કંઇક એવી હરકત કરી રહી છે કે જેનાથી લોકોને આશ્ચર્ય તો થયું જ, પરંતુ સાથે સાથે લોકો હસી પણ રહ્યા છે.
ગ્લેમરસ અંદાજમાં કચરાપેટી સાથે ડાન્સ
અદા શર્માએ ગઇકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શેર કર્યો છે. જેમાં તે ગ્લેમરસ ડ્રેસ પહેરીને મુંબઇના રસ્તા પર કચરાપેટી સાથે ડાન્સ કરી રહી છે.  હા, તમે બરાબર વાંચ્યું. અદા ગ્લેમરસ અંદાજમાં કચરાપેટી સાથે ડાન્સ કરી રહી છે અને ફોટો માટે પોઝ પણ આપી રહી છે. જેના કારણે તેનો આ વિડિયો અત્યારે વાયરલ થયો છે. વિડિયોમાં અદાએ બ્લેક કલરની મિની ડ્રેસ અને લોંગ બૂટ્સ પહેરેલા છે. જેમાં તે ગ્લેમરસ લાગી રહી છે. જો કે આવા ગ્લેમરસ અંદાજ સાથે જે જગ્યા પર તેણે વિડિયો શૂટ કર્યો છે, તે જોયા બાદ કોઇ પણ વ્યક્તિ હસી પડશે. જે અંદાજમાં તેણે કચરાપેટી સાથે ડાન્સ કર્યો છે, ભાગ્યે જ કોઇકે કર્યો હશે.
એક તરફ કચરો બીજી તરફ અદાની ‘અદાઓ’
વિડિયોની શરુઆતમાં તે કચરો ભરવા માટેની બે કાળા કલરની થેલી સાથે એન્ટ્રી કરે છે, એવી થેલીઓ કે જેમાં કચરો ભરીને આપણ ફેંકીએ છીએ. ખુલા લહેરાતા વાળ સાથે સ્ટાઇલિશ અંદાજમાં તે કચરાપેટી પાસે આવે છે. માત્ર એટલું જ નહીં પણ ત્યારબાદ રસ્તા પર પડેલી કચરાપેટીને સાથે લઇને તે સ્ટાઇલિશ અંદાજમાં વોક પણ કરે છે. ક્યારેક કચરાપેટી પર બેસીને તો ક્યારેક તેના પર પગ મૂકીને તે પોઝ આપે છે. આ સિવાય ક્યારેક પાછળ તમને કચરાનો ઢગલો પણ દેખાય છે. એક તરફ કચરો અને બીજી તરફ અદાની અદાઓ. આ બંનેનું કોમ્બિનેશન જોઇને લોકો હસી રહ્યા છે. 
મજેદાર કેપ્શન
આ વિડિયો શેર કરતી વખતે તેણે કેેપ્શન પણ મજેદાર લખ્યું છે. અદાએ લખ્યું કે ‘હું આ પ્રકારના લોકો પ્રત્યે આકર્ષિત થાવ છું. એવા લોકોને પણ ટેગ કરો જેમને આવા લોકો પસંદ હોય. સેંસ ઓફ હ્યુમર વાળા મિત્રોને આ વિડિયો મજેદાર લાગશે.’ સાથે જ તેણે કેપ્શનમાં વેલેન્ટાઇ ડેની શુભેચ્છા પણ આપી છે. 
Tags :
AdahSharmaDustbinGlamorousGUJRATFIRSTMUMBAItrash