Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

60 વર્ષ પહેલા મૃત્યુ પામેલી હોલિવૂડ અભિનેત્રીની પેઇન્ટીંગ 1500 કરોડ રુપિયામાં વેચાઇ, જુઓ પેેઇન્ટીંગ

સુપ્રસિદ્ધ અમેરિકન અભિનેત્રી અને મોડેલ મેરેલીન મનરોનું એક પેઇન્ટીંગ 1500 કરોડ રુપિયામાં વેચાયું છે. આજથી 60 વર્ષ પહેલા મૃત્યુ પામેલી આ અભિનેત્રીને આજે પણ લોકો યાદ કરે છે. હોલીવૂડની આ પ્રખ્યાત અભિનેત્રી અદ્ભુત સૌંદર્યની માલિક હતી. વર્ષ 1964માં બનેલી તેમની એક પેઇન્ટિંગની હરાજી કરવામાં આવી હતી. જેમાં તેને 1500 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે. આ હરાજીનું આયોજન ક્રિસ્ટીઝ દ્વારા કરવામાં આવ
01:48 PM May 10, 2022 IST | Vipul Pandya
સુપ્રસિદ્ધ અમેરિકન અભિનેત્રી અને મોડેલ મેરેલીન મનરોનું એક પેઇન્ટીંગ 1500 કરોડ રુપિયામાં વેચાયું છે. આજથી 60 વર્ષ પહેલા મૃત્યુ પામેલી આ અભિનેત્રીને આજે પણ લોકો યાદ કરે છે. હોલીવૂડની આ પ્રખ્યાત અભિનેત્રી અદ્ભુત સૌંદર્યની માલિક હતી. વર્ષ 1964માં બનેલી તેમની એક પેઇન્ટિંગની હરાજી કરવામાં આવી હતી. જેમાં તેને 1500 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે. આ હરાજીનું આયોજન ક્રિસ્ટીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીની સૌથી મોંઘી અમેરિકન આર્ટ છે, જેને કોઇએ ખરીદી હોય. જો કે મેરિલીનનું પોટ્રેટ કોણે ખરીદ્યું છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. 


મેરેલીનની પેઇન્ટિંગમાં શું ખાસ છે?
મેરિલીન મનરોનું આ પોટ્રેટ  ‘Shot Sage Blue Marilyn’ તરીકે ઓળખાય છે. આ પેઇન્ટિંગ એન્ડી વોરહોલે વર્ષ 1964માં બનાવ્યું હતું. તેમણે વિવિધ રંગો વડે આવા જ પાંચ પેઇન્ટીંગ બનાવ્યાા હતા. મેરેલીન મનરોના મૃત્યુના બે વર્ષ બાદ આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. મેરેલીનનું આ પોટ્રેટ એક ઉત્તમ કલર કોમ્બિનેશન અને મનમોહક એક્સપ્રેશન દર્શાવે છે. આ પેઇન્ટિંગ વોરહોલની સૌથી પ્રસિદ્ધ કલાકૃતિઓમાંની એક છે. મેરિલીનનું આ પોટ્રેટ તેની ફિલ્મ 'નાયગ્રા'ના પોસ્ટર પર આધારિત છે.
અત્યાર સુધી પેઇન્ટિંગ કોની પાસે હતું?
મેરેલીન મનરોની‘Shot Sage Blue Marilyn’ પેઇન્ટિંગ સ્વિસ આર્ટ ડીલર ફેમિલી, અમ્માન્સને વેચી છે. 1980ના વર્ષથી આ પેઇન્ટીંગ તેમની પાસે હતી. આ પોટ્રેટ વેચીને જે પૈસા મળશે તે ચેરિટીમાં જશે. ઝ્યુરિચ થોમસ અને ડોરિસ અમ્માન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ વિશ્વભરના બાળકોના આરોગ્ય અને શિક્ષણ કાર્યક્રમો માટે કરવામાં આવશે.
મેરેલીનનું પોટ્રેટ એ હરાજીમાં વેચવામાં આવેલું સૌથી મોંઘું અમેરિકન આર્ટવર્ક નથી, પરંતુ તે વિશ્વની બીજી સૌથી મોંઘી આર્ટવર્ક પણ છે જે કોઇ હરાજીમાં ખરીદવામાં આવી છે. આ શ્રેણીમાં સૌથી મોંઘી આર્ટવર્ક લિયોનાર્ડો દા વિન્સીની ‘Salvator Mundi’ છે. વર્ષ 2017માં તેને લગભગ 3500 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. તો પિકાસોની  ‘Les Femmes d’Alger’ નામની પેઇન્ટિંગ ત્રીજા નંબર પર છે, જે વર્ષ 2017 માં લગભગ 1400 કરોડમાં વેચાઈ હતી.
Tags :
AmericaGujaratFirsthollywoodMarilynMonroeOctionPaintingShotSageBlueMarilyn
Next Article