Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતા વૈષ્વદેવીનું પાત્ર ભજવનાર આ અભિનેત્રીની પાકીટ ચોરીનીના ગુનામાં કરાઇ ધરપકડ

2020માં રૂપા દત્તા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર ખોટા સંદેશા મોકલવાનો આરોપ લગાવ્યો. અભિનેત્રીએ કહ્યું કે, અનુરાગ કશ્યપે તેને ફેસબુક પર અશ્લીલ મેસેજ મોકલ્યાં, એટલું જ નહીં રૂપા દત્તાએ અનુરાગ કશ્યપ પર ડ્રગ્સ લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે તેમના પર કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.   ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ 2020 માં, રૂપા દત્તા ત્યારે ચરà«
માતા વૈષ્વદેવીનું પાત્ર ભજવનાર આ અભિનેત્રીની પાકીટ ચોરીનીના ગુનામાં કરાઇ ધરપકડ
2020માં રૂપા દત્તા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર ખોટા સંદેશા મોકલવાનો આરોપ લગાવ્યો. અભિનેત્રીએ કહ્યું કે, અનુરાગ કશ્યપે તેને ફેસબુક પર અશ્લીલ મેસેજ મોકલ્યાં, એટલું જ નહીં રૂપા દત્તાએ અનુરાગ કશ્યપ પર ડ્રગ્સ લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે તેમના પર કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.  
Advertisement


ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ 
2020 માં, રૂપા દત્તા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર ખોટા સંદેશા મોકલવાનો આરોપ લગાવ્યો. તપાસમાં ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો હતો. બાદ જાણવાં મળ્યું કે રૂપાને મેસેજ મોકલનાર વ્યક્તિ અનુરાગ કશ્યપ નહીં, પરંતુ કોઈ અન્ય અનુરાગ હતો.જે બાદ રૂપાએ અનુરાગ પર લગાવેલા તમામ આરોપો ફગાવી દીધાં હતાં. રૂપાએ લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા નીકળ્યા હતાં.
પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી રાખ્યું 
અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મળેલી માહિતી મુજબ તેણે માત્ર 10 વર્ષની ઉંમરે જ સોશિયલ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. રૂપા હંમેશા સામાજિક કાર્યોમાં રસ ધરાવતી હતી, જેના માટે તેણે શૂલ ફાઉન્ડેશન શરૂ કર્યું અને મહિલા સશક્તિકરણ માટે કામ કરવાનું શરૂ કર્યું. ઈન્સ્ટા બાયો અનુસાર, રૂપાએ ધાર્મિક ટેલિવિઝન શો 'જય મા વૈષ્ણો દેવી'માં માતા વૈષ્ણો દેવીની ભૂમિકા ભજવી છે. આ સિવાય તેણે ઘણાં શોનું દિગ્દર્શન પણ કર્યું. આ સિવાય તેણે પોતાને એક દિગ્દર્શક, લેખક અને સામાજિક કાર્યકર્તા તરીકે પણ ઓળખાવે છે. તે 2019માં ખુલેલી એક્ટિંગ એકેડમીની માલિક હોવાનો પણ દાવો કરે છે. 
જાણો કોણ છે આ રૂપા દત્તા 
ઘણાં શો અને ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી રૂપા દત્તા બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. રૂપા દત્તા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસે રૂપા દત્તાની પાકીટ ચોરીના ગુનામાં ઘરપકડ કરી છે. અભિનેત્રીમાંથી બનેલી રૂપા દત્તા પહેલીવાર લાઈમલાઈટમાં નથી. અગાઉ તેણે અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવીને હેડલાઇન્સમાં ચમકી હતી. 
કોલકાતા ઈન્ટરનેશનલ બુક ફેરમાં કરી ચોરી 
 કોલકાતા ઈન્ટરનેશનલ બુક ફેર દરમિયાન પોલીસે રૂપાની એક બેગ અને 75 હજાર રૂપિયા સાથે ધરપકડ કરી હતી. પોકેટીંગના આરોપમાં ધરપકડ કરાયેલા રૂપા દત્તાના હાથમાં પોલીસે હાથકડી લગાવી ચૂકી છે. વિચારવા જેવી વાત એ છે કે આખરે એવું તો શું થયું કે અભિનેત્રીએ તમામ કામ છોડીને લોકોના પર્સ ચોરવા પડ્યા.
Tags :
Advertisement

.