ગુજરાત ફર્સ્ટના લાઇવ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ 'જયસુખ ઝડપાયો'ના કલાકારોએ ધૂમ મચાવી
બોલિવુડના કોમેડીના બેતાજ બાદશાહ એવાં જ્હોની લીવરે ગુજરાત ફર્સ્ટ ચેનલના સ્પેશિયલ કાર્યક્રમમાં હાજરી આપી હતી સાથે જ અને પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'જયસુખ ઝડપાયો' અંગે પણ વાત કરી હતી. જ્હોની લીવરે પોતાના કલાકાર જીવનના અનુભવો પણ શેર કર્યાં, 'જયસુખ ઝડપાયો' ફિલ્મના સાથી કલાકારો જીમિત ત્રિવેદી, પૂજા જોશી, તેમજ ડાયરેક્ટર -પ્રોડ્યુસર ધર્મેશ મહેતા પણ ગુજરાત ફર્સ્ટના મહેમાન બન્યા હતàª
બોલિવુડના કોમેડીના બેતાજ બાદશાહ એવાં જ્હોની લીવરે ગુજરાત ફર્સ્ટ ચેનલના સ્પેશિયલ કાર્યક્રમમાં હાજરી આપી હતી સાથે જ અને પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'જયસુખ ઝડપાયો' અંગે પણ વાત કરી હતી. જ્હોની લીવરે પોતાના કલાકાર જીવનના અનુભવો પણ શેર કર્યાં, 'જયસુખ ઝડપાયો' ફિલ્મના સાથી કલાકારો જીમિત ત્રિવેદી, પૂજા જોશી, તેમજ ડાયરેક્ટર -પ્રોડ્યુસર ધર્મેશ મહેતા પણ ગુજરાત ફર્સ્ટના મહેમાન બન્યા હતાં.
ગુજરાતી ભાષાની ફિલ્મ કરવી મારી માટે થોડી અધરી
પોતાની આગવી શૈલીમાં જ્હોની લીવરે ગુજરાતી ફિલ્મજગત સાથેના તેમના અનુભવો પણ શેર કરતાં કહ્યું કે એક મરાઠી હોવાથી આ ગુજરાતી ભાષાની ફિલ્મ કરવી મારી માટે થોડી અધરી હતી. કારણકે સાચી ભાષા બોલવા માટે મારે 3 મહિના સુધી ભાષા પર કામ કરવું પડ્યું હતું. સાથે જ આ ફિલ્મનું ડબીંગ પણ મેં જાતે કર્યું છે. જેનો સારો અનુભવ રહ્યો. ફિલ્મમાં તે એક બોસ મનસુખની ભૂમિકા નીભાવી રહ્યાં છે. જ્હોની લિવરે પોતાના આગવા અંદાજ અને પોતાની રમૂજી સ્ટાઇલમાં લાઇવ પર્ફોમન્સ પણ કર્યું હતું. એક ગુજરાતી પાત્ર મનસુખ કે જે એક વેપારી છે અને તેના સ્ટાફ મેમ્બર્સ એવાં જયસુખથી કેવી પરેશાન છે. તે અંગે આ ફિલ્મ છે.જ્હોની લીવરે તમામ હાજર સ્ટાફ મેમ્બર્સ સાથે સીધી વાત પણ કરી જેમાં પહેલાં અને અત્યારના સમયમાં સામાન્ય લોકોના વર્તનમાં પરિવર્તન આવ્યું તે રમૂજી શૈલીમાં રજૂ કર્યું હતું.
સિચુએશનલ કોમેડી ફિલ્મ
ધર્મેશ મહેતા દ્રારા નિર્મિત આ ફિલ્મના જયસુખ એટલે કે જીમિત ત્રિવેદીએ જણાવ્યું કે ,આ ફિલ્મ એક સિચુએશનલ કોમેડી ફિલ્મ છે. જેમાં ક્યાંય ઘીસીપીટી વાતો નથી પણ આ ફિલ્મ આપણી જ દુનિયાની આસપાસ ફરતાં પાત્રોની લાઇફ ઘટના ક્રમ સાથે જોડાયેલી છે. તેથી ચોક્કસ પણે દર્શકોને પોતાની દુનિયાના પાત્રો સાથે કનેક્ટ કરશે. એક સીધો સાધો જયસુખ (જીમીત ત્રિવેદી) રોજ કોઈને કોઈ મુશ્કેલીમાં પડે છે ત્યારે એક દિવસ તેના જીવનમાં જીજ્ઞા (પૂજા જોશી) નામની છોકરીનો પ્રવેશ થાય છે. ત્યારબાદ જયસુખના જીવનમાં મોટી ઉથલપાથલ સર્જાય છે. આ મુશ્કેલીમાંથી જયસુખ કેવી રીતે બહાર આવે છે તે માટે તમારે ફિલ્મ જ જોવી પડશે.
ગીતનું શૂટીંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું
આ ફિલ્મનું શુટીંગ માત્ર 16 દિવસમાં જ પુરુ કરવામાં આવ્યું છે. મુંબઈ, અમદાવાદ અને કાશ્મીરમાં આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઈટલ સોન્ગ જયસુખ ઝડપાયો સુખવિન્દરસિંહે ગાયું છે.ફિલ્મની હિરોઇન પૂજા જોશીએ જણાવ્યું કે આ એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે. જેના ગીતનું શૂટીંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે, આ મારા માટે અઘરું હતું કારણકે કડકડતી ઠંડીમાં શિફોનની સાડી પહેરીને શૂટ કરવું ઘણું મુશ્કેલ પડતું હતું. આ રોમેન્ટીક ગીત જાવેદઅલી અને પલક મુછાલે ગાયુ છે.
લોકો સારા મનોરંજનને સહજ સ્વીકારે છે
ડાયરેક્ટર ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે ,આ પહેલાં પણ ઘણાં ગુજરાતી પ્લેમાં જ્હોની લીવર સાથે કામ કરવાની તક મળી છે. પણ આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ કોરોના મહામારી દરમિયાન શૂટ કરી હતી તેથી થોડું ચેલેન્જીંગ રહ્યું હતું. આજે પેન્ડેમિક બાદ મનોરંજન ક્ષેત્રમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. ભાષાના સીમાડાઓ ઓછાં થતાં ગયાં છે લોકો સારા મનોરંજનને સહજ સ્વીકારે છે ભલે ભાષા કોઇ પણ હોય, સાથે જ ગુજરાતી ફિલ્મ જગત પણ આગળ વધી રહ્યું છે. ફિલ્મ અંગે નિર્માતા-દિગ્દર્શક ધર્મેશ મહેતા જણાવે છે કે, દર્શકો મનોરંજન માટે ફિલ્મ જોવા આવે છે અને અમે જયસુખ ઝડપાયો માત્ર ને માત્ર દર્શકના મનોરંજન અને હાસ્ય પીરસવા બનાવી છે. દર્શકોને હળવાથી લઈ ખડખડાટ હાસ્યનો ખજાનો ફિલ્મ નિહાળતી વખતે મળશે.
જુઓ કાર્યક્રમ
Advertisement