Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રીને આ શરતે મળ્યા જામીન, જાણો

બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાંડીસને (Jacqueline Fernandez) કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા રૂ. 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટ અભિનેત્રીને 2 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમનો એક જામીનદાર રજુ કરવાની શરત પર જામીન આપી દીધી છે. આ કેસમાં જેક્લિન ફર્નાંડીસ પહેલાથી જ વચગાળાના જામીન પર બહાર હતી.10 નવેમ્બરે કોર્ટમાં અભિનેત્રીની જામીન પર લાંબી àª
12:22 PM Nov 15, 2022 IST | Vipul Pandya
બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાંડીસને (Jacqueline Fernandez) કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા રૂ. 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટ અભિનેત્રીને 2 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમનો એક જામીનદાર રજુ કરવાની શરત પર જામીન આપી દીધી છે. આ કેસમાં જેક્લિન ફર્નાંડીસ પહેલાથી જ વચગાળાના જામીન પર બહાર હતી.
10 નવેમ્બરે કોર્ટમાં અભિનેત્રીની જામીન પર લાંબી ચર્ચા થઈ હતી. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. EDએ જેક્લિનના જામીન રદ્દ કરવા માટે અનેક તર્કો રજુ કર્યાં પણ કોર્ટે તમામ તર્કો પર વિચાર કર્યાં બાદ આ નિર્ણય સંભળાલ્યો છે. કોર્ટ જેક્લિન પર લાગેલા આરોપો નક્કી કરવા પર 24મી નવેમ્બરે ચર્ચા થશે.
પટિયાલા હાઉસ કોર્ટમાં (Patiala House Court) EDએ જેક્લિન ફર્નાંડીસની જામીનનો વિરોધ કર્યો. EDએ તર્ક રાખ્યો કે, જ્યારે મની લોન્ડ્રીંગ સાથે જોડાયેલા તમામ આરોપીઓ જેલમાં છે તો જેક્લિન ફર્નાંડીઝને જામીન કેમ આપવામાં આવે. સાથે જ તે પણ કહ્યું કે, જેક્લિન તપાસમાં સહયોગ નથી આપી રહી.
કોર્ટની મંજુરી વિના દેશ નહી છોડી શકે
કોર્ટે પોતાના નિર્ણયમાં અભિનેત્રી જેક્લિન ફર્નાંડીઝને (Jacqueline Fernandez) વિદેશ જવા માટેની છૂટ આપી છે પણ પટિયાલા હાઉસ કોર્ટે ચેતવણી આપી છે કે, જેક્લિન કોર્ટની મંજુરી સાથે થોડાં દિવસો માટે જ દેશની બહાર જઈ શકે છે પણ હંમેશા માટે દેશ છોડી શકશે નહી.
આ પણ વાંચો - આફતાબ રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલુ માથુ જોતો, વાંચો ચોંકાવનારી હકિકતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
edGujaratFirstJacquelineFernandezMoneyLaunderingCasePatialaHouseCourt
Next Article