Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને આપી જાણકારી

અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષયે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનો હતો, પરંતુ હવે તે જઈ શકશે નહીં. તેઓ એઆર રહેમાન, શેખર કપૂર, પૂજા હેગડે અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવાના હતા. અક્ષયે તેની પોસ્ટમાં લખ્યું છે કે તે ખૂબ જ ઉત્સુક હતો. હાલ તે આ
અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત  ટ્વિટ કરીને આપી જાણકારી

અક્ષય કુમારને
કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમનો કોવિડ-
19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષયે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી
છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનો હતો
, પરંતુ હવે તે જઈ શકશે નહીં. તેઓ એઆર રહેમાન, શેખર કપૂર, પૂજા હેગડે અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ
મંત્રી અનુરાગ ઠાકુર સાથે ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવાના હતા. અક્ષયે તેની
પોસ્ટમાં લખ્યું છે કે તે ખૂબ જ ઉત્સુક હતો. હાલ તે આરામ કરશે. તેણે સમગ્ર ટીમને
શુભેચ્છા પાઠવી હતી. 
કાન્સ ફિલ્મ
ફેસ્ટિવલ
17 મેથી શરૂ થશે. અક્ષયે કહ્યું, કાન્સ 2022માં અમારી સિનેમાની રાહ જોઈ રહ્યો
હતો. તે દુઃખદ છે કે મારો કોવિડ-
19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હવે આરામ કરીશ અનુરાગ ઠાકુર અને
સમગ્ર ટીમને શુભકામનાઓ. ખરેખર ઘણું મિસ કરીશ.
 

Advertisement


આ બીજી વખત છે જ્યારે અક્ષય કોરોના વાયરસનો ભોગ બન્યો છે. અગાઉ
એપ્રિલ
2021માં તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
તેણે ટ્વિટ કરીને કોવિડ-
19થી સંક્રમિત થવાની જાણકારી આપી હતી. અક્ષયની ફિલ્મોની
વાત કરીએ તો તે
'પૃથ્વીરાજ'માં જોવા મળશે. આમાં તેની સાથે ભૂતપૂર્વ વર્લ્ડ બ્યુટી માનુષી
છિલ્લર છે. આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. તેનું નિર્માણ યશ
રાજ બેનર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય અને માનુષી ઉપરાંત સંજય દત્ત
અને સોનુ સૂદની પણ મહત્વની ભૂમિકા છે. પૃથ્વીરાજ
3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

Advertisement

Tags :
Advertisement

.