Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ACP પ્રદ્યુમ્ન બોલું છું...સાંભળી પોલીસ પણ ચોંકી,જાણો સમગ્ર મામલો

આતંકવાદીઓ (Terrorist) દ્વારા ગોરખનાથ મંદિર (Gorakhnath Temple)ને ઉડાવી દેવાની ખોટી માહિતી આપનાર આરોપીની દેવરિયા પોલીસે (Police) ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. ધરપકડ કરાયેલ યુવક પોતે એસીપી પ્રધ્યમ્ન  હોવાનું જાણ કરીને પોલીસને ફોન કર્યો હતો.  CID સિરિયલના ACP પ્રદ્યુમ્ન બનીને અનંત ગુપ્તા નામના આ યુવકે ગોરખપુર અને દેવરિયા પોલીસને ઘણી પરેશાન કરી હતી.એસીપી પ્રદ્યુમ્ન બોલું છું..ગત બુધવારે એક વ્યક્તિએ પોલà
acp પ્રદ્યુમ્ન બોલું છું   સાંભળી પોલીસ પણ ચોંકી જાણો સમગ્ર મામલો
આતંકવાદીઓ (Terrorist) દ્વારા ગોરખનાથ મંદિર (Gorakhnath Temple)ને ઉડાવી દેવાની ખોટી માહિતી આપનાર આરોપીની દેવરિયા પોલીસે (Police) ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. ધરપકડ કરાયેલ યુવક પોતે એસીપી પ્રધ્યમ્ન  હોવાનું જાણ કરીને પોલીસને ફોન કર્યો હતો.  CID સિરિયલના ACP પ્રદ્યુમ્ન બનીને અનંત ગુપ્તા નામના આ યુવકે ગોરખપુર અને દેવરિયા પોલીસને ઘણી પરેશાન કરી હતી.
એસીપી પ્રદ્યુમ્ન બોલું છું..
ગત બુધવારે એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને માહિતી આપી કે તે એસીપી પ્રદ્યુમ્ન બોલી રહ્યો છે, હાલ તે બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુર રેનબસેરા પાસે હાજર છે, જ્યાં સારવાર કરાવવાના નામે કેટલાક લોકો અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અંદરો અંદર એવી ચર્ચા થઈ રહી છે કે આવી રહેલા દિવાળીના તહેવાર પર તેઓ ગોરખનાથ મંદિરને ઉડાવી દેશે. આ લોકો આતંકવાદી છે.
પોલીસ પણ ચોંકી
આ સમાચારની જાણ થતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ અધિકારીઓ તત્કાળ ગોરખનાથ મંદિર પહોંચ્યા હતા. પોલીસે ફોન કરનારા શખ્સ અને તેનો મોબાઇલ નંબર ટ્રેસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ ફોન દેવરિયા જિલ્લાની પૂર્વા મહેરાનો છે.

અનંત ગુપ્તા તૂંડમિજાજી નિકળ્યો
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે ફોન કરનારનું નામ અનંત ગુપ્તા છે. પોલીસે તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે અનંત  નામનો આ વ્યક્તિ તૂંડ મિજાજી પ્રકારનો છે. તેની પહેલા એક નાની કરિયાણાની દુકાન હતી અને તેને મોબાઈલ ગેમ રમવાની લત લાગી હતી. ગેમમાં પહેલા તેણે પૈસા જીત્યા હતા પણ બાદમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. તેણે જુગાર રમવા પૈસા ઉધાર લીધા હતા.  જો કે જુગારમાં લાખો રુપિયા ગુમાવ્યા છતાં તે સુધર્યો ન હતો. 
ડેપ્યુટી સીએમના પીએને પણ ફોન કર્યો
પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે તેણે થોડા સમય પહેલાં અનંતે પોલીસ કર્મી બનીને ડેપ્યુટી સીએમના પીએને પણ ફોન કરીને ધમકાવ્યો હતો અને કહ્યું કે અનંત ગુપ્તાને લખનૌમાં અકસ્માત થયો છે, જલ્દીથી તેની સારવાર કરાવો, નહીંતર તમારી ખેર નથી. ત્યારબાદ તેની જ્યારે તપાસ કરવામાં આવી તો તે અનંત ગુપ્તા પોતે હોવાનું બહાર આવ્યું હતું. 

અગાઉ પણ તેણે પત્ર લખ્યો હતો
તેણે થોડા દિવસો પહેલા પોસ્ટ દ્વારા પોલીસને એક રજિસ્ટર્ડ લેટર મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે તે વિકલાંગ છે, તેને તેની ત્રણ બહેનોના  લગ્ન કરવાના છે, તેથી તેનું રેશન કાર્ડ બનાવવામાં આવે.. તપાસ કરતા તે વિકલાંગ ના હોવાનું બહાર આવ્યું હતું. અનંત ગુપ્તાએ જણાવ્યું કે તેણે સીરિયલ સીઆઈડીના એસીપી પ્રદ્યુમ્ન બનીને ડાયલ 112 પર ફોન કર્યો હતો, હવે ભૂલ થઈ ગઈ છે.
અનંતને જેલમાં ધકેલાયો
પોલીસે કહ્યું કે નકલી એસીપી બનીને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની ખોટી માહિતી આપનાર આરોપી અનંત ગુપ્તાની દેવરિયા કોતવાલી પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે.
Advertisement
Tags :
Advertisement

.