Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાળાની છોકરી પર જાહેરમાં એસિડ એટેક, Video રુંવાટા કરી દેશે ઉભા

રાજધાની દિલ્હી પાસે દિલ છે? આ સવાલ એકવાર ફરી ઉભો થયો છે. જેનું કારણ આજે બનેલી એક હ્રદયદ્રાવક ઘટના છે. મળી રહેલા સમાચાર મુજબ, આજે સવારે એક દિલ્હીના દ્વારકા જિલ્લામાં એક છોકરાએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં વિદ્યાર્થીની ખરાબ રીતે દાઝી ગઈ હતી, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેની ગંભીર હાલત જોઈને તેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આ
11:57 AM Dec 14, 2022 IST | Vipul Pandya
રાજધાની દિલ્હી પાસે દિલ છે? આ સવાલ એકવાર ફરી ઉભો થયો છે. જેનું કારણ આજે બનેલી એક હ્રદયદ્રાવક ઘટના છે. મળી રહેલા સમાચાર મુજબ, આજે સવારે એક દિલ્હીના દ્વારકા જિલ્લામાં એક છોકરાએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં વિદ્યાર્થીની ખરાબ રીતે દાઝી ગઈ હતી, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેની ગંભીર હાલત જોઈને તેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોઈને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ ઘટના સવારે 7.30 વાગ્યાની આસપાસ બની હતી અને બાળકી હાલમાં સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, અમારી નાની દીકરી દોડતી ઘરે આવી અને કહ્યું કે તેની બહેન પર એસિડ ફેંકવામાં આવ્યો છે. બંને છોકરાઓએ તેમના ચહેરા ઢાંકેલા હતા, તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેમણે જણાવ્યું કે તેમની પુત્રીની બંને આંખોમાં એસિડ ફેંકાઇ ગયું છે.
સ્વાતિ માલીવાલની ઘટના પર પ્રતિક્રિયા
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું, “દેશની રાજધાનીમાં, બે બદમાશોએ દિવસના અજવાળામાં એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંક્યો અને ત્યાંથી નીકળી ગયા. શું હવે કોઈને કાયદાનો ડર નથી? એસિડ પર પ્રતિબંધ કેમ નથી? શરમ'

દિલ્હી પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આજે સવારે તેમને એક PCR કોલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 17 વર્ષની છોકરી પર સવારના 7:30 વાગ્યે બાઇક પર સવાર બે પુરુષો દ્વારા એસિડ જેવા પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી.

એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો 
આ ઘટનાથી રાજધાની દિલ્હીમાં ખળભળાટ મચી ગયો છે. પીડિત યુવતીએ તેને ઓળખતા બે લોકો પર શંકા વ્યક્ત કરી છે. એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ આ ઘટના પર શું આપી પ્રતિક્રિયા?
આ ઘટના પર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે કહ્યું, 'આ બિલકુલ સહન કરી શકાય નહીં. ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે આવી? ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. દિલ્હીમાં દરેક બાળકીની સુરક્ષા અમારા માટે મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 7.30 વાગ્યે છોકરી તેની બહેન સાથે ઉભી હતી ત્યારે બે આરોપીઓ બાઇક પર આવ્યા અને તેના પર એસિડ ફેંક્યું. યુવતીની ઉંમર માત્ર 17 વર્ષની છે. હાલમાં તેને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીની હાલત સ્થિર છે, પરંતુ આ વિશે વધુ માહિતી માત્ર ડોક્ટર જ આપી શકે છે. પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ બે લોકોના નામ આપ્યા હતા. જેના આધારે એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી એવું શું બોલ્યા કે વિપક્ષે ગુસ્સામાં ગૃહમાંથી કર્યું વોકઆઉટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AcidAttackGujaratFirstHospitalizedSchoolGirlViralVideo
Next Article