Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલા Achinta Sheuliએ જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના યુવા વેઈટલિફ્ટર અચિંતા શિયુલી (Achinta Sheuli)એ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા 20 વર્ષીય અચિંતાએ રવિવારે મોડી રાત્રે પુરૂષોની 73 કિગ્રા વર્ગમાં નવો રેકોર્ડ બનાવીને દેશને ત્રીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઈટલિફ્ટરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 19 વર્ષના વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગા બાદ પુરૂષ વેઈટલિફ્àª
પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલા achinta sheuliએ જીત્યો ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના યુવા વેઈટલિફ્ટર અચિંતા શિયુલી (Achinta Sheuli)એ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા 20 વર્ષીય અચિંતાએ રવિવારે મોડી રાત્રે પુરૂષોની 73 કિગ્રા વર્ગમાં નવો રેકોર્ડ બનાવીને દેશને ત્રીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. 
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઈટલિફ્ટરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 19 વર્ષના વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગા બાદ પુરૂષ વેઈટલિફ્ટર અચિંતા શિયુલીએ પુરૂષોની 73 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવવાનું કામ કર્યું છે. આ રીતે ભારતને હવે કોમનવેલ્થમાં 6 મેડલ મળ્યા છે, જેમાં 3 ગોલ્ડ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ત્રણેય ગોલ્ડ મેડલ ભારતના વેઈટલિફ્ટરે હાંસલ કર્યા છે. પહેલા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો, જ્યારે બીજી તરફ ભારતના વેઈટલિફ્ટર જેરેમીએ કમાલ કરતા ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો, ત્યારબાદ અચિંતાએ પણ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગર્વ કરવાની તક આપી છે. 
Advertisement

પશ્ચિમ બંગાળના 21 વર્ષના શિયુલીએ સ્નેચમાં 143 કિલો વજન ઉપાડ્યું જે એક નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ છે. તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો સહિત કુલ 313 કિગ્રા વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. ગયા વર્ષે જુનિયર વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારા શિયુલીએ તેના બંને શ્રેષ્ઠ લિફ્ટ ત્રીજા પ્રયાસમાં કર્યા હતા. 
શિયુલીએ જીત બાદ કહ્યું, હું આ જીતથી ખૂબ જ ખુશ છું. મેં આ મેડલ માટે ઘણી મહેનત કરી છે. મને આ મેડલ મારા ભાઈ, માતા, મારા કોચ અને સેનાના બલિદાનને કારણે મળ્યો છે. તેણે કહ્યું, તે મારા જીવનની પ્રથમ મોટી સ્પર્ધા હતી અને આ સીમાચિહ્ન સુધી પહોંચવા બદલ હું તે બધાનો આભાર વ્યક્ત કરું છું. આ મેડલ મને જીવનના દરેક પાસામાં મદદ કરશે. હવે અહીંથી પાછળ વળીને જોવું ન જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.