Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

100 કરોડથી વધુનાં હવાલા કૌભાંડનાં આરોપીઓ ઝડપાયા, ચાઈનીઝ નાગરિક સહિત 3ની ધરપકડ

ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી ભારતનાં અર્થતંત્રને નુકસાન કરવાનું ષડયંત્ર રચનારા ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તથા ચાઈનીઝ કંપનીના ડિરેકટરને પકડી પોલીસે આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આવી ચાઈનીઝ કંપની ઉભી કરીને તેમાં કરોડોના નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો દર્શાવીને ભારત સરકારનà
100 કરોડથી વધુનાં હવાલા કૌભાંડનાં આરોપીઓ ઝડપાયા  ચાઈનીઝ નાગરિક સહિત 3ની ધરપકડ
ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી ભારતનાં અર્થતંત્રને નુકસાન કરવાનું ષડયંત્ર રચનારા ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તથા ચાઈનીઝ કંપનીના ડિરેકટરને પકડી પોલીસે આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આવી ચાઈનીઝ કંપની ઉભી કરીને તેમાં કરોડોના નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો દર્શાવીને ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરતા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી
કોરોડોના હવાલા કૌભાંડના આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી પિંગ હુઆંગ નામના ચાઇનીઝ નાગરિક, આંગડિયા પેઢીના માલિક સંજય પટેલ અને મુંબઇના સૂરજ મૌર્ય નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ભેગા મળી ભારતીય અર્થતંત્ર મોટું નુકસાન કરવાનું કૌભાંડ ચલાવતા હતી. 
રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) દ્વારા 5 થી વધુ કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંની એક શુંગ્માં કંપનીએ આયોજનબદ્ધ રીતે કેટલાક CA તેમજ અન્ય મળતીયાઓ દ્વારા ષડયંત્ર રચ્યુ હતું. ચાઈનીઝ શેલ કંપનીઓમાં પ્રથમ ભારતીય ડિરેક્ટર બનાવી ઇનકોર્પોરેશનની રચના કરાવી અને પાછળથી ભારતીય ડિરેક્ટરોનું રાજીનામુ લઇ ફક્ત ચાઈનીઝ ડિરેક્ટરો દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું હતું. આ કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી, નાણાંકીય વ્યવહારોમાં ગડબડ થતી. આ રીતે ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરી આખું કૌભાંડ ચલાવતા હતા.

કેવી રીતે આચરતા કૌભાંડ?
ભારતીય અર્થતંત્ર નુકશાન પહોંચાડનાર શુંગ્માં મશીનરી પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવવામાં આવે છે. જે મશીન મૂળ કિંમતથી ઓછી કિંમતના બિલ બનાવી ઉપરની રકમ રોકડથી મેળવી વેચતા હતા. બાદમાં કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્ષ અને GSTની ચોરી કરતા હતા. શુંગ્માં કંપનીએ આશરે 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ આચર્યા છે, જેમાં હાલ 1 કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. શુંગ્માં પ્રાઈવેટ લીમીટેડનાં ડાયરેકટર આરોપી પિંગ હુઆંગ ચાઇના ખાતે રહેતો હતો. તેણે GSL કાર્ગો કંપનીના માલિકનો સંપર્ક કરી ભારતમાંથી ચાઇના હવાલો કરવાનું જણાવ્યું હતુ. ત્યારે મુંબઈના સૂરજ ઉર્ફે સન મૌર્યએ હસમુખભાઈ નરોત્તમ આંગડિયાના માલિક સંજય પટેલ મારફતે શુગ્મા મશીનરીના 1 કરોડ રૂપિયા બેંગકોક ખાતે હવાલા કામકાજ સંભાળતા શાબીક નાઓ મારફતે પિંગ હુઆંગ દ્વારા આપવામાં આવ્યા હતા. જેનાં ચાઈનીઝ બેંક એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા..
હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ચાઈનીઝ કંપનીઓના બેંક એકાઉન્ટનાં આશરે 15 કરોડ ફ્રીજ કરાવી દીધા છે. ત્યારે મુંબઈથી પકડાયેલો આરોપી સુરજ મૌર્યએ અન્ય કેટલી કંપનીઓના હવાલા કરાવ્યા છે તેમના નામ અને પુરાવા મેળવવા માટે વધારે તપાસ શરુ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.