Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુવાલડી ગામમાં બે મહિલાઓની હત્યાનો આરોપી ઝડપાયો, અભદ્ર માંગણી ન સ્વીકારાતા કરી હતી હત્યા

કણભા ગામની સીમમાં આવેલા ભુવાલડી ગામમાં બે મહિલાઓની કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આજથી લગભગ 20 એક દિવસ અગાઉ કણભા ગામની નજીક આવેલા ભુવાલડી ગામમાં ગૌચરની જમીનમાં લાકડા કાપવા જતી બે મહિલાઓની ઘાતકી હત્યા કરવાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રોહિત ચુનારા નામના એક આરોપીની ધરપકડ કરી àª
12:45 PM Feb 21, 2023 IST | Vipul Pandya
કણભા ગામની સીમમાં આવેલા ભુવાલડી ગામમાં બે મહિલાઓની કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આજથી લગભગ 20 એક દિવસ અગાઉ કણભા ગામની નજીક આવેલા ભુવાલડી ગામમાં ગૌચરની જમીનમાં લાકડા કાપવા જતી બે મહિલાઓની ઘાતકી હત્યા કરવાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રોહિત ચુનારા નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે
આરોપી ખેતરમાં ભાલીયા તરીકે કામ કરતો હતો અને ખેતરમાં કોઈ પણ લાકડા કાપવા આવે તો તેને લાકડા કાપવા દેવા નહિ તેનું કામ આરોપી કરતો હતો, મંગી બહેન ગીતા બહેન આજ ખેતરમાં લાકડા કાપવા માટે આવ્યા હતા અને તે સમયે આરોપી બન્નેની પાછળ ઘારિયું લઈને પડ્યો હતો.આરોપી રોહિત ચુનારાએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે લાકડા કાપવા આવેલી મંગી બહેન સાથે તેણે અભદ્ર માંગણી કરી હતી અને મંગી બહેને તેની માંગણીનો સ્વીકાર કર્યો નહોતો, જેથી પહેલા મંગી બહેનની હત્યા કરી નાખી અને બાદમાં તેમની સાથે આવેલી ગીતા બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી છે...
આરોપી રોહીત ચુનારા માનસિક વિકૃતિ ધરાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે અને સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઇમે બ્રાન્ચની 02 ટિમો સતત દસ દિવસ સુધી ગામમાં રોકાઇ હતી.. પોલીસ પાસે આરોપીની એવી ઘણી માનસિક વિકૃતઓના કિસ્સા ધ્યાને આવ્યા છે,પરંતુ તે તમામ બાબતો ક્યાંય કોઈ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ નથી અને આરોપીની એવી નિમ્ન કક્ષાની કેટલીક વૃત્તિઓ પોલીસ તપાસમાં સામે આવી છે જેને બહાર લાવતા બે ઘડી વિચાર કરવો પડે તેવી વિકૃતિઓ સામે આવી છે.
આ પણ વાંચોઃ નડિયાદમાં માતાએ દીકરાને સુધારવા તેની સામે નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedarrestedBhuvaldiGujaratFirstMurdertwowomenvillage
Next Article