Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોરી કે ધંધે મેં ભી નિયમ હોતા હે સાહબ... મોબાઈલ સ્નેચિંગમાં મહિલાઓને બક્ષી દેતો ચોર ઝડપાયો

મોબાઈલ ચોરીના ગુના વારંવાર બનતા હોય છે. તેને અટકાવવા માટે થઈને શહેર પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે. ત્યારે આજે શહેરના ડીસીપી ઝોન-7 ના એલ.સી.બી સ્કોવડે એવા એક આરોપીને દબોચી લીધો છે કે જેની મોડેસ ઓપરેન્ડી જાણીને તમને નવાઈ લાગશે. આ આરોપી ક્યારેય મહિલાઓને ટાર્ગેટ નહોતો બનાવતો અને તેની પાછળ નું કારણ જયારે પોલીસે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ પણ અચંબામાં પડી ગઈ.શહેરના ફતેહવાડી વિ
ચોરી કે ધંધે મેં ભી નિયમ હોતા હે સાહબ    મોબાઈલ સ્નેચિંગમાં મહિલાઓને બક્ષી દેતો ચોર ઝડપાયો
મોબાઈલ ચોરીના ગુના વારંવાર બનતા હોય છે. તેને અટકાવવા માટે થઈને શહેર પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે. ત્યારે આજે શહેરના ડીસીપી ઝોન-7 ના એલ.સી.બી સ્કોવડે એવા એક આરોપીને દબોચી લીધો છે કે જેની મોડેસ ઓપરેન્ડી જાણીને તમને નવાઈ લાગશે. આ આરોપી ક્યારેય મહિલાઓને ટાર્ગેટ નહોતો બનાવતો અને તેની પાછળ નું કારણ જયારે પોલીસે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ પણ અચંબામાં પડી ગઈ.
શહેરના ફતેહવાડી વિસ્તારમાં રહેતો સોહિલ ખાન પઠાણ નામનો શખ્શ સાંજના સાત વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી શહેરના પોશ વિસ્તારમાં રોડ પર ચાલતા વૃદ્ધ પુરુષોને જ ટાર્ગેટ કરતો હતો. પોતાના એક્ટીવા પર પોતાના સાથીદાર જોડે નીકળતો અને રાહદારીઓના હાથમાંથી કે પછી રોડ પર ચાલતા ચાલતા ફોન પર વાત કરતા જઈ રહેલા વૃદ્ધોના મોબાઈલ ઝુંટવીને નાસી જતો હતો. હાલ આરોપીની કસ્ટડી આનંદનગર પોલીસને સોંપવામાં આવી છે.
આરોપીની પૂછપરછમાં એવી સામે આવ્યું કે તેણે આનંદનગર વિસ્તારમાંથી 1, સરખેજ વિસ્તારમાંથી 2 અને ઘાટલોડિયા વિસ્તાર માંથી 1 મોબાઈલ સ્નેચિંગ કરેલો છે. આ સિવાય સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ 1 મોબાઈલ સ્નેચિંગ કરેલો હોવાની કબુલાત કરી છે. પોલીસે આ આરોપી પાસેથી કુલ ૧૧ મોબાઈલ કબજે કર્યા છે.
સમાન્ય રીતે ગુનાહિત માનસિકતા ધરાવનાર આરોપીઓ હંમેશા મહિલાઓને જ પહેલા ટાર્ગેટ બનાવતા હોય છે. જો કે સોહિલ ખાન પઠાણ નામના આ આરોપીએ પાંચ ગુનાને અંજામ આપ્યો છે. જેમાં નવાઈની વાત એ છે કે આ પાંચેય મોબાઈલ સ્નેચિંગ કરવામાં આરોપીએ ક્યારેય મહિલાને ટાર્ગેટ નથી કરી. મહિલાઓ માટેની આવી દયા જોઇને પોલીસ પણ વિચારતી થઇ હતી. મહિલાઓ પરની આવી દયા પાછળનું એ પણ હોઇ શકે કે મહિલાઓ સાથે તથી સ્નેચિંગની ઘટનામાં પોલીસ ઝડપથી એક્ટિવ થતી હોય છે.
શહેરના પોશ વિસ્તાર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સોહિલ ખાન પઠાણ અને એક માયનોર આરોપી પોતાની એકટીવા પર પુરપાટ ઝડપે નીકળતા અને એવા જે કોઈ પણ વૃદ્ધ હોય કે જેઓ રોડ પર ચાલતા જતા હોય તેઓને ટાર્ગેટ બનાવતા. તેમના હાથમાં રહેલા મોબાઈલ ફોન ઝુટવી ફરાર થઇ જતા હતા. હાલ પોલીસે સોહિલ ખાનની ધરપકડ કરી લીધી છે અને તેના સાથીદાર માયનોર આરોપીને બાળ સુધારણા કેન્દ્ર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.