હિંદુ ધર્મ અનુસાર અક્ષય તૃતિયાનો દિવસ દાનની દ્રષ્ટિએ છે ઉત્તમ, 50 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતિયાને અખાત્રીજ અને અક્ષય તૃતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે આખા દિવસ માટે શુભ મુહૂર્ત હોય છે. આ વખતે મંગળવાર, 3 મે, 2022 ના રોજ, આ તહેવાર 50 વર્ષ પછી ગ્રહો, સંયોગ અને રાજયોગના દુર્લભ સંયોજનમાં ઉજવવામાં આવશે. હિંદુ ધર્મ અનુસાર અક્ષય તૃતિયાનો દિવસ દાનની દ્રષ્ટિએ ખૂબ જ સારો છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે અક્ષય તૃતિયાના દિવસે કરેલા પુણ્ય કાર્યો ક્યારેય વ્યરà
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતિયાને અખાત્રીજ અને અક્ષય તૃતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે આખા દિવસ માટે શુભ મુહૂર્ત હોય છે. આ વખતે મંગળવાર, 3 મે, 2022 ના રોજ, આ તહેવાર 50 વર્ષ પછી ગ્રહો, સંયોગ અને રાજયોગના દુર્લભ સંયોજનમાં ઉજવવામાં આવશે.
હિંદુ ધર્મ અનુસાર અક્ષય તૃતિયાનો દિવસ દાનની દ્રષ્ટિએ ખૂબ જ સારો છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે અક્ષય તૃતિયાના દિવસે કરેલા પુણ્ય કાર્યો ક્યારેય વ્યર્થ જતા નથી. અક્ષય તૃતિયાનું વ્રત દર વર્ષે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ તહેવાર આજે એટલે કે 3જી મે 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે.
દેશમાં ઉજવાતા અનેક તહેવાર અને વ્રતમાં આ એક મુખ્ય તહેવાર છે. તેને 'સમૃદ્ધિનો તહેવાર' માનવામાં આવે છે. અક્ષય તૃતિયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. માંગલિક કાર્ય કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોનું ખરીદવાથી અને દાન કરવાથી સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતિયા પર સમગ્ર ભારતમાં ધન અને સમૃદ્ધિના દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. ભારતના કેટલાક ભાગોમાં લક્ષ્મી નારાયણ પૂજા પણ કરવામાં આવે છે. અક્ષય તૃતિયાને સોનું, ચાંદી અથવા અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવા માટે પણ ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.
જો તમે અક્ષય તૃતિયાના અવસર પર સોનું ખરીદી શકતા નથી, તો તમે તેમાંથી સસ્તી ચાંદી ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો. હિંદુ ધર્મમાં ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતિયાના ખાસ અવસર પર ઘડા ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. ઘડા લીધા પછી તેમાં ઠંડુ શરબત ભરીને કોઈને દાન કરો. કહેવાય છે કે અક્ષય તૃતિયા પર પાણીનું દાન કોઈ મહાન પુણ્યથી ઓછું નથી. એવું માનવામાં આવે છે કે ગાય માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે, તેથી તૃતિયાના દિવસે તેને ખરીદીને ઘરે લાવો. આમ કરવાથી મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તેમની કૃપા તમારા પર બની રહેશે.
મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તેથી આ દિવસ માટે વિશેષ રૂપે સાફ સફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડા પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો. આ દિવસે સાત્વિક ભોજન લો. ભગવાનને ભોગ જરૂર લગાવો. કલેશ કંકાસથી બચો. આ દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
Advertisement