Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીખલી નજીક નેશનલ હાઈવે એક સાથે છ વાહનો વચ્ચે અકસ્માત

ચીખલી (Chikhli)નજીક મજીગામ નેશનલ હાઈવે(National Highway)નંબર ૪૮ પર હાઇવે ઓથોરિટીની  લાપરવાહીને પગલે એક એમ્બ્યુલન્સ સહિત છ જેટલા વાહનો એક સાથે અથડાતા ત્રણેક જેટલાને નાની મોટી ઈજા       (Three injuries)થવા સાથે વાહનોને મોટું નુકસાન થવા પામ્યું હતું.ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર મજીગામ ગામ નજીક હાઈવે ઉપર ડિવાઇડરનું રંગકામ ચાલી રહ્યું હતું ત્યારે કામના સ્થળના નજીકમાં જ બેરીકેટ ગોઠવી મજà
ચીખલી નજીક નેશનલ હાઈવે એક સાથે છ વાહનો વચ્ચે અકસ્માત
ચીખલી (Chikhli)નજીક મજીગામ નેશનલ હાઈવે(National Highway)નંબર ૪૮ પર હાઇવે ઓથોરિટીની  લાપરવાહીને પગલે એક એમ્બ્યુલન્સ સહિત છ જેટલા વાહનો એક સાથે અથડાતા ત્રણેક જેટલાને નાની મોટી ઈજા       (Three injuries)થવા સાથે વાહનોને મોટું નુકસાન થવા પામ્યું હતું.
ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર મજીગામ ગામ નજીક હાઈવે ઉપર ડિવાઇડરનું રંગકામ ચાલી રહ્યું હતું ત્યારે કામના સ્થળના નજીકમાં જ બેરીકેટ ગોઠવી મજૂરે પ્લેગ બતાવતા પુરપાટ ઝડપે આવી રહેલા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ બીજા પાંચ જેટલા વાહનો અથડાતા એક સમયે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ખરેખર કામના સ્થળથી પુરતા અંતરે બેરેકેટ કે ચેતવણી દર્શક બોર્ડ મૂકવા જોઈએ.મળતી વિગત મુજબ સવારના સમયે નેશનલ હાઈવે નંબર ૪૮ પર મજીગામ પાસે ડિવાઈડરનું રંગકામ હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું તે કામ જ્યાં ચાલતું હતું ત્યાંજ સલામતી માટે અને દિશા સૂચક માટે બેરીકેટ ગોઠવાયા હતા.
નવસારી તરફથી વલસાડ તરફ પુર ઝડપે જઈ રહેલા હોન્ડા અમેઝ કાર એમએચ-૦૨-૦૬-૧૦૮૦ ના ચાલકને અચાનક મજૂર દ્વારા ફ્લેગ બતાવવા તેણે અચાનક બ્રેક મારતા એક એમ્બ્યુલન્સ નં:જીજે-૧૬-એયું-૨૫૮૦,નિશાન માઈક્રા કાર નં:જીજે-૦૫-આરએ-૮૪૪૨,મારુતિ સ્વીફ્ટ કાર જીજે-૦૫-આરએલ-૩૪૨૦ સહિત છ જેટલા વાહનો એકસાથે ધડાકેભેર અથડાતા વાહનોને મોટા પાયે નુકસાન થયું હતું અને હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. 
જોકે સદ નસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી પરંતુ એમ્બ્યુલન્સના ચાલક સહિત તેમાં સવાર ત્રણેક જેટલા ને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વાહનોને ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો વધુમાં આ લખાય ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. હાઇવે ઓથોરિટીના આ પ્રકારના બેદરકારી ભર્યા કારબારમાં હાઇવે પર કામ કરનારા શ્રમિકોના જીવ જોખમવા સાથે વાહનમાં સવાર લોકોના જીવ પણ જોખમાતા હોય છે. ત્યારે ખરેખર કામના સ્થળથી પૂરતા અંતરે ચેતવણી બોર્ડ મૂકવા જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.