Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અબુ સાલેમની મુક્તિ પર સરકાર 2030માં જ વિચાર કરશે, ગૃહ મંત્રાલયનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની આજીવન કેદની સજા વિરુદ્ધ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે વર્ષ 2030માં ગેંગસ્ટર અબુ સાલેમની મુક્તિ પર વિચાર કરશે. અબુ સાલેમના પ્રત્યાર્પણ વખતે તત્કાલિન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પોર્ટુગીઝ સરકારને જે વચન આપ્યું હતું તેને સરકાર પૂર્ણ કરશે.200
અબુ સાલેમની મુક્તિ પર સરકાર 2030માં જ વિચાર કરશે  ગૃહ મંત્રાલયનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની આજીવન કેદની સજા વિરુદ્ધ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે વર્ષ 2030માં ગેંગસ્ટર અબુ સાલેમની મુક્તિ પર વિચાર કરશે. અબુ સાલેમના પ્રત્યાર્પણ વખતે તત્કાલિન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પોર્ટુગીઝ સરકારને જે વચન આપ્યું હતું તેને સરકાર પૂર્ણ કરશે.
2002ના વર્ષમાં ભારત સરકારે સાલેમના પ્રત્યાર્પણ સમયે પોર્ટુગીઝ સરકારને વચન આપ્યું હતું. જે પ્રમાણે તેને મૃત્યુદંડ આપવામાં નહીં આવે અને કોઈપણ સંજોગોમાં 25 વર્ષથી વધુ સજા નહીં થાય. હવે કોર્ટના નિર્દેશો પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. 
સજાની મુદત 2030માં પૂરી થશે
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે વધુમાં વધુ 25 વર્ષની જેલની આ મુદત 10 નવેમ્બર 2030ના રોજ સમાપ્ત થશે. તે પહેલાં નહીં. અબુ સાલેમનો દાવો ખોટો છે. આવી સ્થિતિમાં મુંબઈની વિશેષ ટાડા અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદ પર સવાલ ઉઠાવીને અબુ સાલેમે કરેલી મુક્તિની માગણી ખોટી છે.
કોર્ટ કોઈના વચનથી બંધાયેલી નથી
ગૃહ સચિવે એફિડેવિટમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે સરકાર પોર્ટુગીઝ સરકારને આપેલા વચનથી બંધાયેલી છે કોર્ટ નહીં. અદાલતે ભારતીય કાયદાની દૃષ્ટિએ કેસનો નિર્ણય લેવો જોઈએ. તેથી સુપ્રીમ કોર્ટે સાલેમની સજા સામે દાખલ કરેલી અરજી પર સરકારના કોઇ વચન તરફ તરફ ધ્યાન આપ્યા વિના માત્ર કેસની યોગ્યતાને ધ્યાનમાં રાખીને વિચાર કરવો જોઈએ.
અબુ સાલેમની અરજી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અબુ સાલેમે કહ્યું હતું કે ભારત સરકારે 2002માં પોર્ટુગીઝ સરકારને વચન આપ્યું હતું કે તેને ન તો મૃત્યુદંડની સજા આપવામાં આવશે અને ન તો તેને કોઈ પણ સંજોગોમાં 25 વર્ષથી વધુ જેલમાં રાખવામાં આવશે. તેથી તેને 2027થી વધુ જેલમાં રાખી શકાય નહીં. પરંતુ મુંબઈની વિશેષ ટાડા કોર્ટે તેને 2 કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.
CBIના જવાબથી કોર્ટ નારાજ
આ પહેલા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે સરકારનું વચન કોર્ટને લાગુ નથી પડતું. સમય આવશે ત્યારે સરકાર વિચારણા કરશે. આ જવાબ પર અસંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકાર દ્વારા અન્ય દેશોને આપવામાં આવેલા વચનોનું પોતાનું મહત્વ છે. જો સરકારનું આ વલણ એવું જ રહ્યું તો ભવિષ્યમાં ભારતને અન્ય આરોપીઓના પ્રત્યાર્પણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.