Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિલ્લામાં વર્ષ 2022માં 3035 પીડિત મહિલાઓને વ્હારે આવતી અભયમ ટીમ

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળકોના કલ્યાણ હેતુ ઘણી યોજનાઓ અમલી છે. જે અન્વયે મહિલાઓની સુરક્ષા અને રક્ષણ માટે વિશેષ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. મહિલાઓનો વિશ્વાસ સંપાદિત કરતી આ હેલ્પલાઈને અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ધરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી છે. રાજકોટ જિલ્લાની ૧૮૧ અà
03:25 PM Jan 03, 2023 IST | Vipul Pandya
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળકોના કલ્યાણ હેતુ ઘણી યોજનાઓ અમલી છે. જે અન્વયે મહિલાઓની સુરક્ષા અને રક્ષણ માટે વિશેષ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. મહિલાઓનો વિશ્વાસ સંપાદિત કરતી આ હેલ્પલાઈને અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ધરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી છે. 
રાજકોટ જિલ્લાની ૧૮૧ અભયમ ટીમ વિશે વાત કરીએ પારિવારીક હુંફ સાથે મહિલાઓને રક્ષણ અને મનોબળ પૂરું પાડીને ખુબ સુંદર કામગીરી કરી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા ૩૦૩૫ પીડિત મહિલાઓને ઘટના સ્થળ ઉપર જ મદદ પહોંચાડવામાં આવી છે. જેમાંથી ૧૯૨૭ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. અન્ય કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં મદદરૂપ કરવામાં આવી છે.  
 
આ તકે રાજકોટ જિલ્લાના અભયમ ટીમના પ્રોજેકટ કો-ઓર્ડીનેટરશ્રી તુષાર બાવરવાએ મહિલાઓને સુરક્ષાનું અભય કવચ પૂરું પાડતી અભિયમ હેલ્પલાઈનની સાર્થકતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે હંમેશા આશીર્વાદરૂપ સમાન છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવા અસરકારતાથી આગળ વધી રહી છે. 
અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પરિવારને વિખરાતા બચાવ્યાની અનોખી કામગીરી કરવામાં આવી રહી છે
મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, ઘરેલું હિંસાના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી,  લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરૂરી ફોન કોલ, મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બનેલ હતી. અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પરિવારને વિખરાતા બચાવ્યાની અનોખી કામગીરી કરવામાં આવી રહી છે તેમ શ્રી તુષાર બાવરવાએ ઉમેર્યુ હતું. 

અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી નિવડી રહ્યું છે
ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015 થી અત્યારસુધી 12લાખ જેટલી પીડિત મહિલાઓએ સલાહ - સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કૉલ કર્યા છે. જેમાંથી ખાસ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોંચી અઢી લાખ મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. આમ, અભયમ સેવા સરકારશ્રીના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરે છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી નિવડી રહ્યું છે.
આપણ  વાંચો- 108 સંતોના સાંનિધ્ય સાથે આફ્રિકા નૈરોબી પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણાહુતિ કરાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
181HelplineAbhayamHelplaiChildren'swelfareGujaratFirstGujaratGovtRAJKOT
Next Article