અબ્દુલ લતીફ રાશિદ બન્યાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ
ઈરાક(Iraq)માં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી રાજકીય કટોકટીનો અંત આવી ગયો છે. દેશમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુરુવારે ઈરાકી સંસદમાં મતદાન (Parliament Voting)થયું હતું જેમાં સાંસદોએ કુર્દિશ રાજકારણી અબ્દુલ લતીફ રાશિદ(Abdul Latif Rashid)ને દેશના નવા રાષ્ટ્રપતિ(Country new president)તરીકે ચૂંટાયા છે. સંસદમાં 329 માંથી 269 ધારાસભ્યોએ તેમના પક્ષમાં વોટિંગ કર્યું હતું અને આ રીતે તેઓ સહેલાઈથી રાષ
ઈરાક(Iraq)માં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી રાજકીય કટોકટીનો અંત આવી ગયો છે. દેશમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુરુવારે ઈરાકી સંસદમાં મતદાન (Parliament Voting)થયું હતું જેમાં સાંસદોએ કુર્દિશ રાજકારણી અબ્દુલ લતીફ રાશિદ(Abdul Latif Rashid)ને દેશના નવા રાષ્ટ્રપતિ(Country new president)તરીકે ચૂંટાયા છે. સંસદમાં 329 માંથી 269 ધારાસભ્યોએ તેમના પક્ષમાં વોટિંગ કર્યું હતું અને આ રીતે તેઓ સહેલાઈથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
15 દિવસમાં નવી સરકારની રચના માટે સંસદીય જૂથને આપશે આમંત્રણ
78 વર્ષીય રાશિદે બ્રિટનમાં એન્જિનિયરનો અભ્યાસ કર્યો. અને 2003-2010 સુધી ઇરાકી જળ સંસાધનમંત્રી હતા. સરકાર રચવા માટે સૌથી મોટા સંસદીય જૂથના ઉમેદવારને આમંત્રણ આપવા માટે તેમની પાસે 15 દિવસનો સમય છે.
Advertisement
કોણ છે નવા રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા 78 વર્ષીય કુર્દિશ નેતા અબ્દુલ લતીફ રાશિદ બ્રિટનમાં ભણેલા ગણેલા એન્જિનિયર છે. તેઓ 2003થી 2010 સુધી ઈરાકના જળ સંસાધન મંત્રી રહ્યા હતા તથા રાજનીતિના કુશળ ખેલાડી છે. તેઓ હવે સૌથી મોટા સંસદીય જૂથને 15 દિવસમા સરકારની રચનાનું આમંત્રણ આપશે.
બગદાદના ગ્રીન ઝોન ત્રાટક્યા નવ રોકેટ
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બગદાદની સંસદ નજીક એક મોટો હુમલો થયો હતો. બગદાદની સંસદ જ્યાં આવેલી છે તેવા ગ્રીન ઝોનમાં નવ રોકેટ ત્રાટક્યા હતા. રોકેટ હુમલામાં અનેક નાગરિકો અને સુરક્ષા દળોના સભ્યો ઘાયલ થયા હતા.