AAPના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ગૃહ રાજ્યમંત્રીશ્રીના શાબ્દિક પ્રહારો
સુરત (Surata)માં વધતી વસ્તી અને માગને લઈ વધુ એક પોલીસ સ્ટેશ(Police Station)નનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સિટી લાઈટ કેનાલ રોડ ખાતે વેસુ પોલીસ મથકનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi)હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરમિયાન હર્ષ ભાઈ સંઘવી દ્વારા અનેક મુદ્દા ઉપર મહત્ત્વના નિવેદનો આપવામાં આવ્યાં હતાં. AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia)નો વધુ એક વીડિયો મંદિરોમાં અને કથાઓમાં ન જવા à
02:36 PM Oct 12, 2022 IST
|
Vipul Pandya
સુરત (Surata)માં વધતી વસ્તી અને માગને લઈ વધુ એક પોલીસ સ્ટેશ(Police Station)નનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સિટી લાઈટ કેનાલ રોડ ખાતે વેસુ પોલીસ મથકનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi)હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરમિયાન હર્ષ ભાઈ સંઘવી દ્વારા અનેક મુદ્દા ઉપર મહત્ત્વના નિવેદનો આપવામાં આવ્યાં હતાં. AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia)નો વધુ એક વીડિયો મંદિરોમાં અને કથાઓમાં ન જવા માટેનો લોકોને અપીલ કરતો વીડિયો વાયરલ થયો છે. તેની સામે હર્ષ સંઘવીએ નામ લીધા વિના પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેમની પોતાની પાર્ટીમાં જ આ બેલ મુજે માર જેવો ઘાટ સર્જાયો છે.
ઇટાલિયા પર નામ લીધા વગર હર્ષ સંઘવીના પ્રહાર
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના જુદા જુદા પ્રકારના વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો મંદિરોમાં અને કથાઓમાં ન જવા માટેનો લોકોને અપીલ કરતો વીડિયો વાયરલ થયો છે. તેની સામે હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમયે ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી નિવેદન આપતાં જણાવ્યું હતું કે એક બાજુ રાજ્ય સરકાર ગુજરાતના સૌ નાગરિકોને ગણપતિનો ઉત્સવ સારી રીતે મનાવી શકે, નવરાત્રિમાં અડધી રાત સુધી પરિવાર સાથે ગરબે રમી શકે તેવી વ્યવસ્થા કરે છે.
માન્યતાઓ, ધર્મ, આસ્થાને ઠેસ પહોંચાડવા માટે પ્રયત્ન
વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ એક પાર્ટીના નેતા એમ કહે કે મારી બહેનો, મારી માતાઓ મંદિરમાં નહીં જતાં, કથામાં નહીં જતા. કથામાં- મંદિરમાં શોષણ થાય છે. આ પ્રકારના વાક્ય બોલનાર, આ પ્રકારની વિચારધારાવાળા એક એક નેતાઓને ગુજરાતના નાગરિકોએ જવાબ આપવાનો સમય આવી ગયો છે. વધુમાં જણાવ્યું હતું કે શું આપણાં મંદિરો અને આ કથાઓમાં કોઈ પ્રકારનું શોષણ થયું છે? આ પ્રકારની એક પણ ઘટના તમારી સામે આવી છે? આ કથાઓ આપણાં બાળકોના ભવિષ્યને સંસ્કૃતિ સાથે જોડવા માટે છે. આ આપણા વિચારો છે. આ આપણી માન્યતાઓ છે, આપણા વિચારો, માન્યતાઓ, ધર્મ, આસ્થાને ઠેસ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અર્બન નક્સલી આખી ટોળકી ષડ્યંત્ર કરીને આપણી પાછળ પડી છે.
ગુજરાતના ખૂણે ખૂણેથી આ બાબતે લોકોમાં ખૂબ જ મોટો રોષ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો જે પ્રકારે વીડિયો વાયરલ થયો છે. તેને લઈ હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું હતું કે આ વીડિયો તો ભૂલથી વાયરલ થઈ ગયો છે. હવે આ વિચારો લોકો સુધી જાય તે તેમને પોસાય તેમ નથી. એટલે હવે નવી નવી વાતો લોકો સમક્ષ લઈ આવે છે. આ વીડિયો મેં પણ જોયો, મને અત્યંત દુઃખ થયું, માત્ર મને જ નહીં ગુજરાતના ખૂણે ખૂણેથી આ બાબતે લોકોમાં ખૂબ જ મોટો રોષ ફેલાયો છે.
નવા પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
સુરતમાં વધતી વસ્તી અને ફરિયાદને લઈ શહેરમાં નવાં પાંચ પોલીસ મથકો બનાવવામાં આવ્યાં છે. જેમાંથી ત્રણ પોલીસ મથકના લોકાર્પણ ગૃહરાજ્યમંત્રીના હસ્તે અગાઉ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે આજે વધુ એક પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતના સિટી લાઈટ કેનાલ રોડ ખાતે બનાવવામાં આવેલ વેસુ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વેસુ સિટીલાઈટ સહિતનો વિસ્તાર અને ત્યાંની જનસંખ્યામાં જે વધારો થયો હતો તેને લઈ ઉમરા પોલીસ મથક પર ભાર વધી રહ્યો હતો. જેથી વધુ એક પોલીસ સ્ટેશનની માંગ ઊઠી હતી.
પોલીસ મથકની સ્થાપના કરવા રજૂઆત બાદ બન્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને નવસારીના સાંસદ સી.આર પાટીલ દ્વારા વેસુ પોલીસ મથકની સ્થાપના કરવા રજૂઆત કરી હતી. જેને લઇ આજે આ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ સાથે તૈયાર થઈ ગયા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય, મેયર, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારી ઉપરાંત આ વિસ્તારના સામાજિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Next Article