પંજાબમાં વિધાસભા બાદ રાજ્યસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ મચાવી ધૂમ, પાંચેય ઉમેદવારો જીત્યા
પંજાબમાં વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભા ચૂંટણીમાં પણ
આમ આદમી પાર્ટીએ ધૂમ મચાવી છે. જી હા રાજ્યસભા ચૂંટણીમાં પણ આપના પાંચેય ઉમેદવારોએ
શાનદાર જીત મેળવી છે. પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ
હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. રાજ્યમાં યોજાનારી
રાજ્યસભાની ચૂંટણીમાં AAP સરકારના પાંચેય ઉમેદવારો બિનહરીફ થયા છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે
બપોરે 3 વાગ્યા સુધી પંજાબ રાજ્યસભા માટે નામાંકન
પરત ખેંચવાનો સમય હતો.
આમ આદમી
પાર્ટીએ આ ચૂંટણીમાં દિલ્હીના રાજિંદર નગર વિધાનસભાથી ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા, ક્રિકેટર હરભજન સિંહ, સંદીપ પાઠક, સંજીવ અરોરા અને અશોક મિત્તલને મેદાનમાં
ઉતાર્યા હતા. જ્યારે અન્ય કોઈ રાજકીય પક્ષે રાજ્યસભાની પાંચ બેઠકો માટે ઉમેદવારો
ઉભા રાખ્યા ન હતા. આવી સ્થિતિમાં ટેકનિકલી AAPના ઉમેદવાર મતદાન કર્યા વિના બિનહરીફ જીત્યા
છે. જો કે સત્તાવાર જાહેરાત 31 માર્ચે કરવામાં આવશે. જણાવી દઈએ કે 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી
પાર્ટીએ 117માંથી 92 સીટો જીતી હતી. પંજાબમાં આમ
આદમી પાર્ટીના ઉમેદવારોની આ જીત બાદ હવે AAP પાસે 8 સાંસદો છે. જેમાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના
3
સાંસદો પહેલાથી
જ છે.