Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રેમ પ્રકરણમાં સમાધાન લાવવા વચ્ચે પડેલા યુવકનું ચપ્પુ વડે જીવલેણ હુમલામાં મોત નીપજ્યું

સુરત ( surat)શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં અઠવા પોલીસ મથકના હદ વિસ્તારમાં પ્રેમ પ્રકરણ બાબતે થયેલી બોલાચાલીમાં વચ્ચે પડેલા યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને પોલીસે હત્યાની કોશિશ ગુનો દાખલ કર્યો હતો જો કે ત્યારબાદ યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીજાને મોત નીપજ્યું છે.ઘટના અંગે પ્રàª
02:23 PM Oct 10, 2022 IST | Vipul Pandya
સુરત ( surat)શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં અઠવા પોલીસ મથકના હદ વિસ્તારમાં પ્રેમ પ્રકરણ બાબતે થયેલી બોલાચાલીમાં વચ્ચે પડેલા યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને પોલીસે હત્યાની કોશિશ ગુનો દાખલ કર્યો હતો જો કે ત્યારબાદ યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીજાને મોત નીપજ્યું છે.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ નાનપુરા ખંડેરાવપુરા નવાબી મસ્જિદ પાસે રહેતા હબીબ ઈસ્માઈલ શેખની બહેન જેના છૂટાછેડા થઈ ગયા હોઈ અને હાલ તે તેના પિયરમાં રહે છે. જ્યાં ઈસ્માઈલની બહેનને તેના ઘર નજીક રહેતા માવિયા મોહમદ હબીબ કચ્છી સાથે પ્રેમસંબંધ હતો.જેથી યુવતીના ભાઈને શંકા હતી કે તેની બહેને આ પ્રેમીને કારણે જ પોતાના પતિને છોડી દીધો છે. જેની અદાવત રાખી યુવતીના ભાઈ ઈસ્માઈલ શેખે તેના મિત્ર સાહિલ, અને ઇમરાન , સાથે મળી બહેનના પ્રેમી સાથે ગાળા ગાળી કરતા મામલો બિચકયો હતો.
ઈસ્માઈલ શેખ અને તેના મિત્ર દ્વારા યુવતીના પ્રેમી માવિયા મોહમ્મદ સાથે બબાલ કરતાં માવિયા કચ્છીનો ભાઈ યામીન કચ્છી બબાલમાં વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન સાહિલ અને હબીબ દ્વારા યામીન ઉપર મારી નાખવાના ઇરાદે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પેટના ભાગે અને દાઢીના ભાગે ચપ્પુ વડે હુમલો તે ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રથમિક તપાસમાં બહાર આવ્યું છે, સારવાર દરમિયાન યામીનનું મોત નીપજયું જ્યારે માવીયાની હાલત ગંભીર હોવાનું તબીબો એ જણાવ્યું છે જો કે આખી ઘટનામાં એક જ પરિવારના બે દીકરાઓ પર જીવલેણ હુમલો થતાં પરિવાર નિરાધાર બન્યું છે.હાલ પરિવાર શોકમાં મુકાઈ ગયું છે.સાથે જ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attackwithapaddleGujaratFirstsettlealoveaffairyoungman
Next Article